હું જેટલી કરતા સારો નાણાપ્રધાન હોત: સ્વામી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: વિવાદોમાં રહેવા માટે પ્રખ્યાત ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક નવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે,‘જો મને નાણા પ્રધાન બનાવાયો હોત તો હું અરૂણ જેટલી કરતા વધારે સારો નાણાં પ્રધાન સાબિત થાત. જેટલી માત્ર એક વકીલ છે, જ્યારે હું એક અર્થશાસ્ત્રી છું. નાણાપ્રધાન તરીકે તેઓ મારા કરતા સારા કઇ રીતે હોઇ શકે છે.’ સ્વામીએ આ ટિપ્પણી અહીં શનિવારે એક કાર્યક્રમમાં કરી હતી.
કાર્યક્રમમાં બીજા પેનલિસ્ટ અને લોકસભા સભ્ય અસદુદ્દીન ઓવૈસીએ મોંઘવારી અંગે એક સવાલ કર્યો હતો. જેના જવાબમાં સ્વામીએ આ વાત કહી હતી. કાર્યક્રમના હોસ્ટે સ્વામીને સવાલ કર્યો હતો કે તમારા અને નાણાપ્રધાન જેટલી વચ્ચે ભારત-પાક જેવી તંગદિલી કેમ રહે છે તેના જવાબમાં સ્વામીએ કહ્યું હતું કે ઉત્તર અને દક્ષિણ ભારતના બ્રાહ્મણો વચ્ચે હંમેશા સંઘર્ષ રહે છે.’
ઉલ્લેખનીય છે કે સુબ્રમણ્યમ સ્વામી તમિલનાડુના છે અને જેટલી દિલ્હીના છે જેઓ પંજાબ સાથે સંબંધ ધરાવે છે. સ્વામીને આમ પુછાતાં કે શું ભાજપે તેમના બોલવા સામે પ્રતિબંધ લાદ્યો છે ત્યારે સ્વામીએ જેટલી સામે વ્યંગ કરતા કહ્યું હતું કે,‘મારી સામે કોઇ પ્રતિબંધ નથી તમારી સમસ્યા આ છે કે તમે જેટલી સાથે ઘણી વાતો કરો છો. એમ પુછાતાં કે શું ગૃહપ્રધાનના રૂપમાં તેઓ રાજનાથ સિંહ કરતા સારા રહેશે ત્યારે સ્વામીએ કહ્યું હતું કે,‘રાજનાથ મારા મિત્ર છે. સરદાર પટેલ બાદ તેઓ સૌથી સારા ગૃહપ્રધાન છે.’
અન્ય સમાચારો પણ છે...