તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • I Am Not Rambo That Goes To Uttrakhand And Save 15 Thousand Biharis

હું રેમ્બો નથી કે ઉત્તરાખંડમાંથી 15,000 બિહારીઓને બચાવી લાવુઃ નીતીશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાજપ સાથે 17 વર્ષ જુનું ગઠબંધન તોડનાર બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના નેતા નીતીશ કુમારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપર આડકતરા હુમલા ચાલુ રાખ્યા છે. નીતીશે કહ્યું કે તે રેમ્બો નથી જે ઉત્તરાખંડ જાય અને 15,000 બિહારીઓને બચાવી લાવે. પટનામાં સોમવારે નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. મોદીને ભાજપની પ્રચાર સમિતિના પ્રમુખ બનાવવાથી તેમના પ્રત્યે અણગમો ખુલીને બહાર આવ્યો અને જેડીયુએ દ્વારા એનડીએ સાથે છેડો ફાડી લેવામાં આવ્યો હતો.

જૂનમાં ઉત્તરાખંડમાં આવેલા પૂરને લીધે મોદી ત્યાં ગયા હતા અને તેમની મુલાકાત બાદ મીડિયામાં અહેવાલો આવ્યા હતા કે મોદીની ટીમે 15,000 ગુજરાતીઓને બચાવી લીધા અને તેમને ગુજરાત પરત પહોંચાડી દીધા. આ અહેવાલ અંગે કોંગ્રેસે મોદીને આડેહાથ લીધા અને સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર મોદીના આ કરિશ્મા સામે સવાલ ઉભો કર્યો હતો. જો કે આ મુદ્દે ભાજપ તરફથી નિવેદન આવ્યું હતું કે મોદીએ આવી કોઈ માહિતી મીડિયાને આપી જ નથી.

દરમિયા કેન્દ્રીય નાણાપ્રધાન પી ચિદમ્બરમે નરેન્દ્ર મોદી ઉપર પ્રથમ વખત આકરો પ્રહાર કરતાં તેમને દેશના ભાગલા પાડનાર શખ્સ ગણાવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને રસ્તો દેખાડી દેશે. ભાજપનો રવૈયો આજે પણ નથી બદલાયો. જો કે મોદીના પીએમ પદની ઉમેદવારી કોંગ્રેસ માટે સારી કે ખરાબ સાબિત થશે તે અંગે તેમણે કંઈ કહ્યું નહતું. નાણાપ્રધાને કહ્યું કે તેમની પાર્ટી કોઈ વ્યક્તિની નહીં પણ બિન સાંપ્રદાયિક વિચારધારા વિરુદ્ધ ચૂંટણી લડી રહી છે જેને અગાઉ 2004 અને 2009માં દેશની જનતાએ પરચો આપી દીધો છે. મોદીને ભાજપની પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવા અંગે તેમણે ટીકા કરતાં કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી એવા ભાગલાવાદી છે કે તેમની પાર્ટીના ટોચના નેતાઓમાં પણ વિદ્રોહ જોવા મળ્યો હતો.

મોદી માટે માથાનો દુઃખાવો બનેલા ઈશરત જહા એન્કાઉન્ટરમાં સીબીઆઈ ચાર જુલાઈએ પ્રાથમિક ચાર્જશીટ ફાઈલ કરશે. એવો દાવો કરવામાં આવે છે કે ચાર્જશીટમાં મોદી અને તેના ખાસ ગણાતા અમિત શાહના નામનો ઉલ્લેખ કરાયો નથી.

આગળ વાંચો અડવાણી ગુજરાતમાં, મોદીના દૂતે અયોધ્યામાં કરી બેઠકની તૈયારી