તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતિ ઘરની બહાર જતાં જ આવી ગયો પ્રેમી, 7 વર્ષની Love Storyનો આવો આવ્યો અંત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધનબાદ: અહીં કેંદુઆહીડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પ્રેમીકાના ઘરમાં તેના પ્રેમીની શંકાસ્પદ રીતે લાશ મળી આવી છે. મહિલા પરિણીત છે અને તેના બે બાળકો પણ છે. પોલીસ પૂછપરછમાં મહિલાએ જણાવ્યું છે કે, મૃતક સાથે તેના લગ્ન પહેલાંથી સંબંધ છે. તેનો પતિ ઘરે ન હોય ત્યારે ઘણી વખત તે ઘરે પણ આવતો હતો.
પતિને કહેતી ભાઈ આવ્યો છે
- મૃતકની ઓળખ સૂરજ કુમાર રવાની તરીકે કરવામાં આવી છે. સૂરજના ભાઈએ તેની પ્રેમિકા પૂજા રખિત અને તેના પતિ પર હત્યાનો આરોપ નાખ્યો છે.
- પોલીસે મહિલા અને તેના પતિની અટકાયત કરી લીધી છે. પૂજા રખિતે પોલીસને જણાવ્યું છે કે, સૂરજ તેના ઘરે આવ્યો હતો. તેણે તેના પતિ સાથે સૂરજની ઓળખાણ એક દૂરના સંબંધિ તરીકે કરાવી હતી.
- ત્યારપછી પૂજાનો વર નોકરીએ જતો રહ્યો હતો અને તે બંને વાતો કરતા હતા. સૂરજ પુજાને ઘર છોડીને તેની સાથે ભાગી જવાની જિદ કરતો હતો.
- મહિલાએ તેની વાત નકારી દીધી અને પછી તે બાથરુમ જતી રહી હતી. તે જ્યારે પરત આવી ત્યારે તેણે જોયુ કે સૂરજ ઘરની એક એંગલ પર લટકી ગયો હતો. ત્યારે પૂજા ડરી ગઈ અને તેણે દુપટ્ટાનો બનાવેલો ફાંસીનો ફંદો કાપીને તેને નીચે ઉતાર્યો હતો.
- ત્યારપછી પૂજાએ તેના પતિને આ વાતની માહિતી આપી હતી. સૂરજને હોસ્પિટલ લઈ ગયા ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
-પોલીસને પૂજાના ઘરની પાછળથી પૂજાનો બે ભાગમાં કપાયેલો દુપટ્ટો મળ્યો હતો. બીજી બાજુ પીએમ રિપોર્ટમાં સૂરજના મૃત્યુના કારણનો કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો.
- પૂજાએ જણાવ્યું કે તે સાત વર્ષ પહેલાં સૂરજના પરિચયમાં આવી હતી અને ત્યારપછી તેમની વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. આ દરમિયાન 2011માં પૂજાના લગ્ન થઈ ગયા હતા. લગ્ન પછી પણ પતિની ગેરહાજરીમાં સૂરજ ઘણી વાર તેને મળવા માટે ઘરે આવતો હતો.
આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત અન્ય તસવીરો
અન્ય સમાચારો પણ છે...