તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપડા ધોતા સમયે ખુલી પતિની પોલ, 2 વર્ષના અફેર બાદ કર્યા હતા લગ્ન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતાપગઢઃ જીલ્લાના સિપ્ટૈન રોડ પર રહેતી યુવતીએ પોતાના પાડોશી પર દગો આપવાના આરોપ લગાવ્યો છે. યુવતીએ જણાવ્યું કે, આરોપી કપિલ યાદવે કફીલ અહેમદ બની યુવતી સાથે લગ્ન કર્યા અને હવે દુર ભાગી રહ્યો છે. યુવકે જણાવ્યું કે, તે બીજા ધર્મની હોવાથી તેને સાથે નથી રાખી શકતો. પીડિતાએ એસપીને મળી આ મામલે ફરિયાદ કરી હતી.
 
 
 
મોબાઈલ રિચાર્જ કરાવતા-કરાવતા થયો પ્રેમ.........

- પીડિતા ગુલશાફ બાનોએ જણાવ્યું કે,‘અમારી પ્રથમ મુલાકાત 2014માં થઈ હતી. હું તેની દુકાને મોબાઈલ રિચાર્જ કરાવા ગઈ હતી. ધીમે-ધીમે વાત થવા લાગી અને પ્રેમ થઈ ગયો. તેણે પોતાનું નામ કાફિલ અહેમદ જણાવ્યું હતું.
- પીડિતાએ જણાવ્યું કે, નિકાહ કર્યા બાદ અમે દિલ્હીના ચાંદની ચોકમાં રહેવા જતા રહ્યાં. અમુક મહિના બધુ બરાબર ચાલ્યું. જોકે તે પછી અચાનક આરોપી પતિ તેને માર મારવા લાગ્યો. તે બે વાર ગર્ભવતી થઈ તો અબોર્શન કરાવી દીધું.
 
‘તુ બીજા ધર્મની છે, તને સાથે રાખીશ તો બદનામ થઈશ’

- પીડિતા ગુલશાફે જણાવ્યું કે, ‘એક દિવસ કપડા ધોતા સમયે આરોપી પતિની પેંટમાંથી તેનું આધાર કાર્ડ મળ્યું. જેની પર કપિલ યાદવ પુત્ર સુરેશ ચંદ્ર યાદવ, રાનીગંજ લખેલું હતું. તે બીજા ધર્મનો હોવાનું જાણી મારા હોશ ઉડી ગયા, પૂછવા પર તેણે માર માર્યો.’
- ‘મે મહિનામાં આરોપી પતિ મને લઈ પ્રતાપગઢ આવી ગયો. અમુક દિવસ મારા પિયરમાં સાથે રહ્યો અને પછી ગાયબ થઈ ગયો. આધારકાર્ડ પરના એડ્રેસ પર પહોંચી તો તેણે સાથી રહેવાનો ઈન્કાર કરી દીધો.’
- ‘તેણે કહ્યું- તુ બીજા ધર્મની છે, તને સાથે રાખીશ તો બદનામ થઈશ. હવે તે બીજા લગ્નની તૈયારી કરી રહ્યો છે.’
- પોલીસે ફરિયાદ ન નોંધતા પીડિતાએ એસપીને ફરિયાદ કરી. એસપીએ આ મામલે કેસ નોંધી તપાસના આદેશ આપ્યા છે. એસપી અનુસાર, આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..............................)
અન્ય સમાચારો પણ છે...