પતિએ બેડરૂમમા લગાવ્યા હતા કેમેરા, હરકતોથી કંટાળીને પત્નીએ ઉઠાવ્યો આ સવાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભોપાલ: દીદી તેમણે આખા ઘરમાં અને બેડરૂમમાં પણ કેમેરા લગાવી દીધા છે. તે મને બહુ જ મારે છે. તેમણે એશબાગ પોલીસ સ્ટેશનમાં મારી કોઈ ફરિયાદ કરી છે. પોલીસ મને અને પપ્પાને પોલીસ સ્ટેશન બોલાવી રહી છે. આ વાતચીત એશબાગ વિસ્તારમાં રહેતી વેપારીની પત્નીની છે જેણે મૃત્યુના એક રાત પહેલા તેની બહેન સાથે ફોન પર વાત કરી હતી.

 

- એશબાગ વિસ્તારમાં વેપારીની પત્નીએ શંકાસ્પદ સ્થિતિમાં ફાંસી લગાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. જ્યારે મૃતકાની મોટી બહેને હત્યાની શંકા વ્યક્ત કરી છે. મૃતકાની બહેનના જણાવ્યા પ્રમાણે તેનો પતિ તેની સાથે ઘણી વાર માર-ઝૂડ કરતો હતો અને પરિવારને પૈસા માટે પરેશાન કરતો હતો. પોસ્ટમોર્ટમ દરમિયાન તેના પતિની હાજરી ન હોવાના કારણે આ કેસ વધારે શંકાસ્પદ લાગી રહ્યો છે. 
- મકાન નંબર 169 પુષ્પા નગરમાં ખેમરાજ રાયની ફેક્ટરી અને પોલીહાઉસ છે. ખેમરાજના એશબાગ પોલીસે રવિવારે રાતે સાડા નવ લાગે 38 વર્ષની પત્ની શેલકુમારી રાયની ફાંસી લગાવીને આત્મહત્યા કરી હોવાની માહિતી મળી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. મૃતકાના નાના ભાઈ મુકુલે હત્યાની શંકા રજૂ કરીને ઘટનાની તપાસ કરવાની માગણી કરી છે. તેમણે ખેમરાજ પર તેમની બહેનને દહેજ માટે પરેશાન કર્યો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

 

પતિએ ફરિયાદમાં શેલને માનસિક રોગી ગણાવી


- એશબાગ નાગેન્દ્ર શુક્લાના જણાવ્યા પ્રમાણે, ખેમરાજે અગ્રણી અધિકારીઓની સામે શેલકુમારીને માનસિક રોગી ગણાવી હતી. તેનું કહેવું છે કે, શેલકુમારીના પરિવારજનોએ મને દગો આપીને તેની સાથે લગ્ન કરાવી દીધા. આ વિશે શેલના પરિવારજનોને ફોન કરીને નિવેદન આપવા બોલાવવામાં આવ્યા હતા. આ કેસની તપાસ સીએસપી સ્તરના અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે.

 

થોડા દિવસ સાથે રહીને ગાયબ થઈ ગયો હતો પતિ


- શારીરિક અને માનસિક શોષણના કારણે તંગ થયેલી પત્ની શેલકુમારીએ ડાયલ-100માં ફોન કરીને મદદ માગી હતી. મહિલા પોલીસ સ્ટેશનમાં કાઉન્સલિંગ દરમિયાન ખેમરાજે લખી આપ્યું હતું કે, તે શેલ સાથે રહેવા માગે છે. ત્યારપછી તે થોડા દિવસ સાથે રહ્યો અને પછી ગાયબ થઈ ગયો હતો. ખેમરાજના આ બીજા લગ્ન હતા. તેણે તેના પહેલા પત્નીના સગીર દીકરા સાથે મળીને બાળ આયોગમાં શેલ વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી. જોકે બાળ આયોગે આ મામલે ધ્યાન રાખવાની વાત કરીને સાથે રહેવાનો આદેશ આપ્યો હતો.

 

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

અન્ય સમાચારો પણ છે...