તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પત્ની રીસાઇને પડોશીના ઘરે જતી રહી તો પતિ ઝાડ પર ચડી ગયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાન: રાજસ્થાનના ટિબ્બીમાં આવેલા હનુમાનગઢમાં પતિ-પત્ની વચ્ચે સવાર સવારમાં ઝઘડો થઇ ગયો અને પત્ની રીસાઇને પડોશીના ઘરે જઇને બેસી ગઇ. પતિ રાજુએ પત્નીને ઘરે આવી જવા ખૂબ વિનંતી કરી પણ તે ન આવી. પડોશીઓએ પણ રાજુની પત્નીને ઘરે જવા સમજાવી પણ તે ન માની. રાજુને ગુસ્સો આવતાં તે તાલુકા મથકે પહોંચીને ત્યાં 30 ફૂટ ઊંચા એક ઝાડ પર ચડી ગયો. ત્યાંથી બૂમો પાડવા લાગ્યો કે ‘મારી પત્ની પાછી લાવી આપો.’ તમાશાને તેડું ન હોય તે ન્યાયે ત્યાં ટોળું ભેગું થઇ ગયું.

લોકોએ પત્નીને સમજાવીને ઘરે મોકલી, પતિની ધરપકડ

રાજુ વારંવાર ઝાડ પરથી કૂદી જવાની ધમકી આપતો હતો. પોલીસ પણ પહોંચી. રાજુને ઝાડ પરથી ઉતરવા સમજાવ્યો પણ તે ન માન્યો. સ્થાનિક નેતાઓએ પણ તેને સમજાવ્યો. પછી સરપંચ અને નાયબ સરપંચ તેના પડોશીને ત્યાં ગયા અને રાજુની પત્નીને સમજાવી-મનાવીને ઘેર પાછી મોકલી. બીજી તરફ રાજુ જેવો ઝાડ પરથી નીચે ઉતર્યો તે સાથે જ પોલીસે શાંતિભંગના આરોપસર તેની ધરપકડ કરી. બાદમાં તેને એસડીએમ ડૉ. નરેન્દ્ર ચૌધરી સમક્ષ હાજર કરાયો, જેમણે તેને જામીન પર મુક્ત કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...