• Gujarati News
  • Bala Thackeray Died In 2012, Bollywood Celebrities, Leaders And Many People Gathered To Attend His Funeral In Mumbai

PICS: બાલ ઠાકરેની અંતિમ યાત્રામાં ઉમટ્યા હતા ફિલ્મ સ્ટાર્સ, ખેલાડીઓ અને રાજનેતાઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(બાલ ઠાકરેની અંતિમયાત્રામાં ઉમટી હતી જનમેદની)
મુંબઈ: આજના જ દિવસે વર્ષ 2012માં બાલ ઠાકરેનું નિધન થયું જેને મહારાષ્ટ્ર રાજનિતીના ખાસ અધ્યાયનો અંત કહી શકાય. આજે તેમની બીજી પુણ્યતિથિ છે. મરાઠી અને મહારાષ્ટ્રના લોકો માટે એક વિશિષ્ટ અધિકારભાવ સાથે બાલ ઠાકરેએ મુંબઈ પર ચાર દાયકાથી પણ વાધારે સમય પોતાનો તખ્તો જાળવી રાખ્યો અને 83 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું.
જ્યારે તેમનું નિધન થયું, ત્યારે મુંબઈ સહિત આખું મહારાષ્ટ્ર શોકગ્રસ્ત થઈ ગયું હતું. તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે શિવાજી પાર્કમાં અનેક લોકો ઉમટ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં બોલીવૂડ, બિઝનેસ, ખેલ, રાજનિતીના દિગ્ગજોથી માંડીને જન સામાન્ય મોટી સંખ્યામાં જોડાયું હતું.
બાલ ઠાકરેની અંતિમયાત્રામાં સામેલ થયેલી આ જનમેદનીના કારણે કાયદો અને વ્યવસ્થા ખરડાય નહિ તે માટે શહેરમાં કરફ્યૂ જાહેર કરાયો હતો. તેમજ મુંબઈમાં થનારી દરેક પરિક્ષાને મુલતવી રાખવામાં આવી હતી. પેટ્રોલ પંપ, રેલવે, થિયેટરો બંધ રાખવામાં આવ્યા હતા. તેમની અંતિમ યાત્રા દરમિયાન શિવાજી મેદાન તરફ જતા તમામ રોડ જામ થઈ ગયા હતા. બાલ ઠાકરેની અંતિમ ઝલક જોવા માટે લોકો ઈમારત અને ઝાડ પર ચડી ગયા હતા.
આગળની સ્લાઈડમાં જુઓ બાલ ઠાકરેની અંતિમ યાત્રાની તસવીરો