એસ-બેન્ડ ગોટાળો: કેવી રીતે ગઈ કેગને શંકા?

વડાપ્રધાન હસ્તકનું સ્પેસ વિભાગ અને ઈસરો કેગના શંકાના દાયરામાં

divyabhaskar.com | Updated - Feb 09, 2011, 01:13 PM
how cag to came know about spectrum scam

cag_250ભારત સરકારના અંતરિક્ષ વિભાગ અને તેની હસ્તકનું ઈસરો શંકાના દાયરા હેઠળ છે. તેમણે હરાજી વગર જ એસ-બેન્ડ પર ખાનગી કંપનીને સ્પેક્ટ્રમ ફાળવી દીધું હતું. 2જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ રૂ. 1.76 લાખ કરોડનું હતું. જ્યારે નવું સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ રૂ. 3.80 લાખ કરોડનું છે.

કેવી રીતે કેગને ગઈ શંકા?

ઈસરો જ્યારે સ્પેક્ટ્રમ અંગેના કોન્ટ્રાક્ટ કરતું હતું, ત્યારે તેણે હંમેશા એવી શરત રાખી હતીકે, અન્ય કંપનીને સ્પેક્ટ્રમ ભાડા પર આપવામાં ન આવે. પરંતુ, દેવાસ સાથે આ પ્રકારની કોઈ શરત રાખવામાં આવી ન હતી. આ કરારની મદદથી એસ-બેન્ડ (જેની રેન્જ 2500 મેગાહર્ટ્ઝથી 2690 મેગાહર્ટ્ઝ સુધીની છે.) પહેલી વખત ખાનગી ક્ષેત્ર માટે ખોલવામાં આવ્યું હતું.

હાલ આ કેસની તપાસ કરી રહેલ કેગ પાસે પૂરતા પૂરાવા છેકે, આ અંગે ઈસરોના નિયમોને નેવે મુકવામાં આવ્યા હતા. એટલું જ નહીં વડાપ્રધાન કાર્યાલય, સ્પેસ કમિશન, કેબિનેટ, અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસને પણ અંધારામાં રાખવામાં આવ્યા હતા.

સસ્તામાં કર્યો સોદો

ઈસરોની વેપારી પાંખ અંતરિક્ષ કોર્પોરેશન લિમિટેડે ખાનગી કંપની દેવાસ મલ્ટી મીડિયા પ્રાઈવેટ લિમિટેડ સાથે રૂ. 600 કરોડના કરાર કર્યા હતા. જેનાથી દેવાસ મલ્ટીમીડિયાને જબરદસ્ત નાણાંકીય લાભ મળ્યો છે. કંપનીના ડાયરેક્ટર ડૉ. એમ. જી. ચંદ્રશેખર છે. જેઓ પહેલા વિજ્ઞાન સચિવ હતા. અત્રે એ જાણવું રસપ્રદ છેકે, કેન્દ્ર સરકારે 3જી મોબાઈલ સેવા માટે માત્ર પંદર મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમની ફાળવણી કરી હતી તો પણ તેને રૂ. 67,719 કરોડ રૂપિયા મળ્યા હતા.

આ ડીલના પગલે દેવાસ મલ્ટીમીડિયાના બ્રોડબેન્ડ સ્પેક્ટ્રમને કુલ 2500 મેગાહર્ટ્ઝ બેન્ડમાંથી 70 મેગાહર્ટ્ઝ બેન્ડ મળ્યા હતા. આ બેન્ડ અગાઉ દુરદર્શન પાસે હતા. આ બેન્ડની મદદથી દુરદર્શન દેશભરમાં તેના કાર્યક્રમ પ્રસારિત કરતું હતું. વર્તમાન સમયમાં આની કિંમત અનેક ગણી વધી ગઈ છે.

તમારો મતશું તમને લાગે છેકે, આ પ્રકારના અનેક કૌભાંડો ભંડારાયેલા પડ્યા છે, જેનાથી દેશની જનતાના કરોડો રૂપિયાનો વ્યય થયો છે ? ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘના હસ્તક છે, ત્યારે તેઓ આ કૌભાંડથી વાકેફ હશે ? કે તેમને અંધારામાં રાખવામાં આવ્યા હશે ? આ અંગેનો તમારો અભિપ્રાય નીચે આપવામાં આવેલા ફીડબેક ફોર્મ દ્વારા અમને તથા અન્ય વાંચકોને જણાવી શકો છો.Read More

X
how cag to came know about spectrum scam
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App