તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગયાજીમાં શ્રાદ્ધ પક્ષ દિવાળી જેવું : હજારો ઘર હોટલ બની જાય છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગયા: ગયામાં અત્યારે લગભગ દરેક હોટલની બહાર એક બોર્ડ લટકેલું દેખાશે. તેના પર લખ્યું હશે - ‘અહીં ડિસ્કાઉન્ટ બંધ છે.’ હાલના દિવસોમાં અહીં સરળતાથી ન હોટલમાં રૂમ મળશે, ન ધર્મશાળાઓમાં જગ્યા. બધી નાની-મોટી હોટલોના રિસેપ્શન પર ‘રૂમ ખાલી નથી’નાં બોર્ડ લટકેલાં છે. જોકે, કમાણી જોઇને કેટલીક હોટલમાં એક્સ્ટ્રા ચાર્જની સાથે વધારાના બેડની વ્યવસ્થા થઇ જાય છે. ઘણા લોકો તો ખાનગી ઘરોને પણ 17 દિવસો માટે લાખો રૂપિયા આપીને ભાડા પર લઇ લે છે અને પછી આ ઘરોને દરરોજના હિસાબે લોકોને રોકાવા માટે આપે છે. તેનાથી એક પખવાડિયામાં જ બેથી ત્રણ ગણા સુધી કમાઈ લે છે.
આવું એટલા માટે કારણ કે શ્રાદ્ધ પક્ષ ગયામાં સૌથી મોટા તહેવારનો સમય છે. જી હા, પિતૃપક્ષમાં દેશમાં બધે જ શુભકાર્ય વર્જિત માનવામાં આવે છે, જ્યારે ગયા આને તહેવારની જેમ ઉજવે છે. અહીંના લોકો વર્ષના 12 મહિના સુધી આ દિવસોની રાહ જુએ છે અને તેનું સૌથી મોટું કારણ છે બિઝનેસ. નાનકડી દુકાન ચલાવનારાથી માંડીને મોટી હોટલોવાળા હોય કે લારી પર સામાન વેચનાર, બધાને આ સમયનો ઇન્તેજાર હોય છે. આ સમયગાળા દરમિયાન બેરોજગાર પણ નાના-મોટા સામાન વેચીને સારી કમાણી કરી લે છે. પિતૃપક્ષ દરમિયાન 150થી 200 કરોડ સુધીનો બિઝનેસ થાય છે. આ સમયગાળા દરમિયાન દેશ-દુનિયાથી આશરે 5 લાખ લોકો અહીં આવે છે.
આ દિવસોમાં શહેર પણ સ્વચ્છ થઇ જાય છે. સડકોના રિપેરિંગથી માંડીને વીજળી-પાણી, ડ્રેનેજ બધી વ્યવસ્થાઓ વ્યવસ્થિત થઇ જાય છે. પિતૃના મોક્ષ માટે થનારા કર્મકાંડમાં જવનો લોટ, કાળા તલ, પૂજાની અન્ય સામગ્રી, કુશ, પીત્તળ, ફૂલ, સ્ટીલ, માટી વગેરનાં વાસણ, ધોતી, સાડી, ગમચો, ફળ, મીઠાઇ, અગરબત્તી, ધૂપ, ઘી વગેરેનો ઉપયોગ થાય છે. સૌથી વધુ વેચાણ આ વસ્તુઓનું જ થાય છે. દર બે ડગલાંએ આ વસ્તુઓની દુકાનો શણગારેલી હોય છે. 150થી વધુ લારી-ગલ્લા, દુકાનો હોવા છતાં બધે જ ભીડ જોવા મળશે. કોલકાતાથી ફૂલનો વેપાર પણ વધી જાય છે.
મોક્ષનો માર્ગ ગયાજીથી જ પસાર થાય છે પરંતુ આ શહેરની અન્ય ઘણી ઓળખ છે. આ શહેરે ગાયકીની દુનિયાને ગુલાબબાઇ આપી. જદ્દનબાઇ પણ ગયામાં આવીને રહ્યાં. આ શહેરને અડીને આવેલા ઇશ્વરપુર ગામને કલાકારોનું ગામ કહેવામાં આવે છે. નજીકમાં પથરકટ્ટી ગામ છે, જ્યાં પથ્થર કોતરીને પ્રેમ અને ઇબાદત કરનારી મૂર્તિઓ બનાવનારા લોકો રહે છે. પાસે જ કનેર છે.પિત્તળના બિઝનેસ માટે પ્રખ્યાત છે. માનપુર પણ છે, ક્યારેક તેની સરખામણી માન્ચેસ્ટર સાથે થતી હતી. માનપુરમાં જ પટવા ટોલી છે. એ જ પટવા ટોલી જ્યાંથી દર વર્ષે અસંખ્ય આઇઆઇટીયન નીકળે છે.
અન્ય સમાચારો પણ છે...