ભારત, India કે हिन्दुस्तान? મંત્રાલયને ખબર નથી દેશનું નામ

દેશની ભાષા અંગે પણ ગૃહ વિભાગને ખબર નથી, RTIમાં થયો ખુલાસો

Agency

Agency

Divyabhaskar.com | Updated - Jun 25, 2011, 03:06 AM
home dept not aware about country's name

flag_250આપણા દેશનું નામ શું છે, ભારત, India કે हिन्दुस्तान ? આપણે રોજીંદી ઘટનાઓમાં ભલે ગાડું ગબડાવી લેતા હોઈએ. પરંતુ, દેશના ગૃહ વિભાગને નથી ખબર કે આપણા દેશનું સાચું નામ શું છે ? આ વાતનો સ્વીકાર દેશના ગૃહ વિભાગને પણ આ અંગે જાણ નથી. જેનો સ્વીકાર ખુદ ગૃહ વિભાગે કર્યો છે. ત્યારે આ અંગે અરજદારે જાહેર હિતની અરજી કરવાનો નિર્ણય લીધો છે.

- ભારત, India કે हिन्दुस्तान ? કેન્દ્રના ગૃહવિભાગને નથી ખબર દેશનું નામ
- દેશની ભાષા અંગે પણ ગૃહ વિભાગને ખબર નથી
- RTIમાં થયો ખુલાસો


આરટીઆઈ કાર્યકર્તા મનોરંજન રાય દ્વારા દેશના ગૃહ વિભાગને એક અરજી આપી હતી. જેમાં ગૃહ વિભાગને સ્પષ્ટતા કરવા માટે જણાવવામાં આવ્યું હતું કે, આપણા દેશનું નામ શું છે, ભારત, India કે हिन्दुस्तान ? જો કે, ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવેલો જવાબ આંચકાજનક હતો. જેમાં ગૃહ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ અંગે તેમની પાસે કોઈ માહિતી નથી. રોયના કહેવા પ્રમાણે, આ અંગે તેમને જાણકારી નથી, તો તે ગંભીર બાબત છે. આ અંગે કોર્ટમાં જાહેર હિતની અરજી કરવાનો વિચાર પણ રોય કરી રહ્યાં છે.

ગૃહ વિભાગે અન્ય એક સવાલના જવાબમાં ખુદ સ્વીકાર્યું છ કે, ભારતના બંધારણમાં રાષ્ટ્રભાષાની કોઈ જાણકારી નથી. જ્યારે બંધારણમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે, ભારતમાં રાષ્ટ્રભાષા હિન્દી છે. ભારતના બંધારણના આર્ટિકલ 343માં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, હિન્દી દેશની રાષ્ટ્રભાષા છે. દેશના બંધારણે કુલ 14 ભાષાઓને માન્યતા આપી હતી. પાછળથી એક ભાષાનો ઉમેરો કરવામાં આવ્યો હતો.

તમારો મત

શું તમને દેશના ઔપચારિક નામ અંગેની દુવિધા અંગે જાણ હતી ? શું તમે આ પ્રકારની ચર્ચાને જરૂરી ગણો છો ? તમારો મત નીચે આપવામાં આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી આઈટી નીતિ પ્રમાણે, ઈન્ટરનેટ પર ધૃણાસ્પદ, વિવાદાસ્પદ કે ધિક્કારાસ્પદ ટિપ્પણી કરવી ગુનો બને છે. જેના માટે ટિપ્પણી કરનારો વાંચક પોતે જવાબદાર રહેશે. આથી, કૃપા કરીને સંયમિત ભાષાનો ઉપયોગ કરો.

X
home dept not aware about country's name
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App