માહિતી મળી છે. આ ટીફિન બોમ્બ મળ્યા પછી અહિની સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. ગૃહમંત્રીની છત્તીસગઢની મુલાકાત પહેલા આ વિસ્તારમાંથી ટીફિન બોમ્બ મળ્યો હોવાથી સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે અને ગૃહમંત્રી રાજનાથ સિંહનો પ્લાન પણ બદલી દેવામાં આવ્યો છે.
શુક્રવારે પણ નક્સલીઓએ સુકમા જિલ્લાના કિસ્ટારામ વિસ્તારના ધર્મપેંટા ગામ નજીક એક બારુદી સુરંગમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં એક જવાન શહિદ થયા હતા જ્યારે અન્ય
બે ઘાયલ થયા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છત્તીસગઢની મુલાકાત પહેલા પણ નક્સલીઓએ 500 ગ્રામીણ લોકોનું અપહરણ કર્યું હોવાની વાત સામે આવી હતી.
નક્સલી સક્રિય: બોમ્બ મળ્યો, વિસ્ફોટ પણ કર્યો
આજે વહેલી સવારે સુકમા જિલ્લાના દોમ્પાલ વિસ્તારમાં 10-10 કિલોના બે ટીફિન બોમ્બ મળી આવ્યા છે. સુકમા-દંતેવાડા બોર્ડર પર હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. શુક્રવારે પણ નક્સલીઓએ સુકમા જિલ્લાના કિસ્ટારામ વિસ્તારમાં આવેલા ધર્મપેંટા ગામમાં બારુદી સુરંગમાં બ્લાસ્ટ કર્યો હતો. તેમાં એક જવાન શહિદ થયો હતો જ્યારે અન્ય બે ઘાયલ થયા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છત્તીસગઢની મુલાકાત પહેલા પણ નક્સલીઓએ 500 ગ્રામીણ લોકોનું અપહરણ કર્યું હોવાની વાત સામે આવી હતી.
સ્પેશિયલ રૂટ પર ઉડશે ગૃહમંત્રીનું હેલિકોપ્ટર
નક્સલીઓએ હેલિકોપ્ટરને પણ નિશાન બનાવી શકે છે તેવી શક્યતાએ જે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે તેમાં આંતરિક રીતે ફેરફાર કરવામાં આવ્યા છે. જગલપુરથી સુકમા તેઓ જે હવાઈ રૂટથી જવાના હતા તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. ગૃહમંત્રી સીઆરપીએફ કેંપ જઈને જવાનોને મળવા માગતા હતા. તેથી હવે આ મુલાકાત માટે એવો કેમ્પ પસંદ કરવામાં આવ્યો છે જ્યાં સીધુ હેલિકોપ્ચર જઈ શકે. આ કેમ્પની માહિતી જાહેર કરવામાં નહિ આવે. પ્રશાસન એક કિલોમીટરનું અંતર પણ ગૃહમંત્રીને રોડ મારફતે જવા દેવા નથી માગતી.
કેમ છે જોખમ
છત્તીસગઢમાં નક્સલી અત્યાર સુધીમાં 8 હેલિકોપ્ટર ઉડાવી ચુક્યા છે. તેથી સુરક્ષા એજન્સીઓ રાજનાથ સિંહ માટે હેલિકોપ્ટર રૂટમાં પણ સાવધાની રાખી રહિ છે. નક્સલીઓને ભ્રમીત કરવા માટે ઘણા કેમ્પની આસપાસ ઘેરાબંધી કરવામાં આવી છે. જ્યાં જોકે રાજનાથ સિંહ જવાના પણ નથી. તેઓ રવિવારે સુકમાના સીઆરપીએફના જવાનોને મળશે અને તેમની હાલત જાણશે.
કાર્યક્રમ કંઈક આવો હશે
30 મે- 4.30 કલાકે રાયપુર એરપોપ્ટ પહેચશે
5:oo નવા રાયપુરમાં નવુ બનાવેલું પીએચક્યુ ભવનનું ઉદ્ધાટન કરશે
6:00 મહાનદી ભવનમાં મુખ્યમંત્રી, પ્રદેશના ગૃહમંત્રી અને અન્ય અગ્રણી અધિકારીઓ સાથે બેઠકમાં વામપંથી ઉગ્રવાદ, પ્રબાવિત વિસ્તારોના સામાજિક, આર્થિક વિકાસ અને કાયદા વ્યવસ્થા સાથે જોડાયેલા વિષયો પર ચર્ચા કરશે
9:30 રાજધાની રાયપુરના પોલીસ પરેડ મેદાનના પરિસરમાં નિર્મિત સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું લોકાર્પણ કરશે
10:30 સક્રિટ હાઉસ પહોંચશે રાજનાથ, રાત્રી વિશ્રામ કરશે
31 મે- 9:30 રાયપુર એરપોર્ટથી જગદલપુર માટે રવાના થશે
10:30 જગદલપુર પહોંચશે
11:05 સુકમા હેલિપેડ પહોંચશે
11:15 સુકમા એજ્યુકેશન સિટી પહોંચશે
12:35 સુકમા જિલ્લાના CRPFકેમ્પ જશે, જવાનોને મળશે
2:25 દંતેવાડાના દોરનાપાલ પહોંચશે અને ફોર્ટીફાઈડ પોલીસ સ્ટેશનનું ઉદ્ધાટન કરશે. સીઆરપીએફ અને પોલીસ જવાનો સાથે ચર્ચા કરશે
4:05 જગદલપુર એરપોર્ટથી રાયપુર માટે રવાના થશે
5:25 રાયપુર એરપોર્ટથી દિલ્હી રવાના થશે