તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • HIV Sufferers Recover, Now Is Not A Virus In The Body

HIV પીડિત સાજા થયા, હવે શરીરમાં વાઈરસ નથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોનો દાવો

અમેરિકામાં બે એચઆઇવી પીડિત હવે સંપૂર્ણપણે સાજા થઇ ગયા છે. બન્ને દર્દીઓએ હવે એચઆઇવીની દવાઓ લેવાનું બંધ કરી દીધું છે અને તેમના શરીરમાં એચઆઇવીના વાઈરસ નહીં હોવાનો હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ દાવો કર્યો છે.

આ દર્દીઓને બ્લડ કેન્સર અને એચઆઇવીનો ચેપ હતો. તેમનો બોન-મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હતો. અમે આ દર્દીઓના શરીરમાં એ વ્યક્તિઓના બોન-મેરો નાખ્યા હતા, જે એચઆઇવી સામે લડવા માટે સક્ષમ હતા. ત્યાર પછી બન્નેની એચઆઇવી સંબંધિત દવાઓ અસર કરવા લાગી.

એક દર્દીએ ૧૫ અને બીજાએ સાત સપ્તાહ પહેલાં દવાઓ લેવાનું છોડી દીધું. વાઈરસ સંપૂર્ણપણે ખતમ થઇ જશે, તેમ કહેવાનું અત્યારે યોગ્ય નથી. એવું બની શકે કે, વાઈરસ શરીરના અન્ય અંગોમાં છુપાઇ ગયા હોય અને થોડાક મહિનામાં પાછા ફરે પરંતુ અત્યારે શરીરમાં એચઆઇવીમુકત થવાના નિશાન દેખાયા છે. અમારે અત્યારે બન્નેને એક વર્ષ સુધી દેખરેખ હેઠળ રાખવા પડશે.

- સ્તન કેન્સરની ઓળખ કરશે હાઇટેક સ્માર્ટ કાપડ

સ્તન કેન્સર શોધી કાઢવા માટે અત્યારે દુનિયામાં મેમોગ્રામ અને સ્વસ્તન પરીક્ષણ જેવા વિકલ્પ છે પરંતુ હવે વિજ્ઞાનીઓએ એવું કાપડ બનાવ્યું છે, જે સ્તનનું સ્ક્રીનિંગ કરીને કેન્સર શોધી કાઢી શકશે. આ કાપડની સચોટતા ૯૨.૧ ટકા છે જ્યારે મેમોગ્રામ ૭૦ ટકા સચોટતાથી રોગની ઓળખ કરે છે.