તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IAS ટોપર્સનાં લગ્ન ‘લવ જેહાદ’ છે : હિન્દુ મહાસભા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ યુપીએસસી ટોપર ટીના ડાબીના પ્રસ્તાવિત લગ્ન સામે વિરોધ વ્યક્ત કર્યો છે. ટીનાએ યુપીએસસીમાં બીજા ક્રમે રહેલા કાશ્મીરી યુવક અતહર આમિર-ઉલ શફી ખાન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. થોડા દિવસો અગાઉ ટીનાએ ફેસબુક પર આ માહિતી આપી હતી. જોકે, ટીનાના આ નિર્ણયથી હિન્દુ મહાસભા નારાજ છે.
હિન્દુ મહાસભાએ ટીનાના પ્રસ્તાવિત લગ્નને ‘લવ જેહાદ’ ગણાવી તેનાં માતા-પિતાને અનુરોધ કર્યો છે કે તેઓ દીકરીના આ નિર્ણય અંગે પુનર્વિચાર કરે. હિન્દુ મહાસભા દ્વારા ટીનાના પિતાને પત્ર પાઠવી જણાવાયું છે કે જો લગ્ન રોકવા શક્ય ન હોય તો કમ સે કમ અતહરની હિન્દુ ધર્મમાં વાપસી બાદ જ લગ્ન થવા જોઇએ.
અન્ય સમાચારો પણ છે...