તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હી-મુંબઈ વચ્ચે ટેલ્ગોની અંતિમ ટ્રાયલ આજે, 12 કલાકમાં કાપશે 1384km?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ દિલ્હીથી મુંબઈ વચ્ચે સ્વીડનની ટેલ્ગો ટ્રેનની અંતિમ ટ્રાયલ શનિવારે થઈ હતી. આ ટ્રાયલમાં એ જોવાનું હતું કે, આ મુસાફરી 12 કલાકમાં પૂરી કરી શકે છે કે નહીં? જો કે, રાત્રે 2.34 વાગ્યે ટ્રેન મુંબઈ પહોંચી ગઈ હતી. ટેલ્ગોએ દિલ્હી-મુંબઈ વચ્ચેનો રાજધાની રૂટ 12 કલાકથી ઓછા સમયમાં પૂરો કરી લીધો હતો. ટેલ્ગોને દિલ્હીથી મુંબઈ માટે શનિવારે બપોરે 2.45 વાગ્યે રવાના કરવામાં આવી હતી. રાજધાની એક્સપ્રેસ આ રૂટ પર 16 કલાકનો સમય લે છે.
ત્રીજી ટ્રાયલમાં 18 મિનિટ મોડી હતી ટેલ્ગો

- દિલ્હી-મુંબઈ વચ્ચેનું અંતર 1384 કિમી છે. ત્રીજી ટ્રાયલમાં ટ્રેનને રાત્રે 2.57 વાગ્યે પહોંચવાનું હતું પરંતુ તે 3.15 વાગ્યે પહોંચી હતી. આ દરમિયાન ટ્રેનની ઝડપ 140kmph હતી.
- ટેલ્ગોની પહેલી ટ્રાયલ ઉત્તર પ્રદેશના બરેલી-મુરાદાબાદ ખંડની વચ્ચે કરાવવામાં આવી હતી.
- બીજી ટ્રાયલ નોર્થ-સેન્ટ્રલ રેલવેના પલવલ-મથુરા ખંડ વચ્ચે થઈ હતી.
130-140 kmph પર થયું પરીક્ષણ

- ટેલ્ગોએ છેલ્લે 130-140 kmphની ઝડપે ટ્રાયલ કરી હતી. જ્યારે અત્યાર સુધી દેશમાં રાજધાની એક્સપ્રેસની એવરેજ સ્પીડ 90-100 kmph અને શતાબ્દી ટ્રેનની 80-90 kmph હોય છે.
- નોંધનીય છે કે, ટેલ્ગોની એવરેજ સ્પીડ 90-100 kmph અને મેક્સિમમ 130 - 150 kmph હોય છે.
- ટેલ્ગોમાં હલ્કા કોચ લાગેલા છે, જેનો હેતુ દિલ્હીથી મુંબઈની જર્નીના સમયને 4 કલાક ઓછો કરવાનો છે. હાલ રાજધાની એક્સપ્રેસને આ અંતર કાપવા માટે 16 કલાક લાગે છે.
ટેલ્ગોના સ્પેનિશ કોચમાં મળશે આ સુવિધાઓ

- ભારતીય કોચમાં પૈંડા વચ્ચે કમાની અને સામાન્ય શોકર હોય છે, જ્યારે ટેલ્ગો કોચમાં શોકરમાં હાઈડ્રોલિક પાવર હોવાના કારણે ઝડપી ગતિમાં પણ તે ન તો ઝટકા મારે છે ન તો વાઈબ્રેશન થાય છે.
- ડિસ્ક બ્રેક હોવાથી તાત્કાલિક સહેજ પણ આંચકા વગર રોકાઈ જાય છે.
- વેક્યૂમ ટોયલેટ છે, ચેર કારમાં 36 અને એક્ઝિક્યુટિવમાં 27 સીટ્સ છે.
- બન્ને સીટ્સ વચ્ચે લેગ સ્પેસ ભારતીય ટ્રેનોની સરખામણીમાં ત્રણ ઈંચ વધારે છે.
- 4 સીટ્સ વચ્ચે એક એલઈડી ટીવી લગાવવામાં આવ્યું છે. સાંભળવા માટે સીટ પર ઈયરફોન પ્લગ છે.
સાર્પ ટર્ન પર પણ ઝડપી ગતિએ દોડશે ટેલ્ગો

- હાઈસ્પીડ ટેલ્ગો ટ્રેનને કોઈ વળાંક પર અન્ય ટ્રેનોની જેમ ઝડપ ઘટાડવાની જરૂર રહેશે નહીં.
- આ એટલા માટે શક્ય હશે, કારણ કે, આ ટ્રેનના કોચમાં માત્ર 2 વ્હીલ છે, જ્યારે ભારતીય ટ્રેનોમાં એક કોચમાં 8 વ્હીલ હોય છે.
- વ્હીલની વચ્ચે કોઈ એક્સલ નથી. ટેલ્ગોના દરેક વ્હીલમાં ઇન્ડિવિજ્યુઅલ પાવરિંગ સિસ્ટમ છે, તેવામાં દરેક વ્હીલને રોકવામાં અને ફરાવવામાં સરળતા રહે છે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, ટેલ્ગોની વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો