તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હીમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ પકડાયું, શંકાસ્પદ સપા સાંસદે કર્યો ખુલાસો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: સાઉથ દિલ્હીમાંથી એક હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ પકડાયું છે. 63 વર્ષના એક વ્યક્તિ પર આ સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ છે. સેક્સ રેકેટને ઉઘાડું પાડવા દિલ્હીના પોશ વિસ્તારના એક ઘરમાં ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન સપા સાંસદ નરેશ અગ્રવાલ સહિત અમુક નેતાઓના લેટરપેડ પણ મળ્યા હોવાનો ખુલાસો થયો છે. અગ્રવાલે કહ્યું છે કે, આ મારા વિશે કાવતરુ ઘડવામાં આવ્યું છે. કોઈ મારા નામનો ખોટો ઉપયોગ કરી રહ્યું છે.
ઈમ્પોર્ટ-એક્સપોર્ટ વેપારના ઓથા હેઠળ ચાલતુ હતું સેક્સ રેકેટ
- દિલ્હી પોલીસે પીએન સાન્યાલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. સાન્યાલ પર આરોપ છે કે, તે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ વેપારના ઓથા હેઠળ સેક્સ રેકેટ ચલાવતા હતા.
- આ હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો ખુલાસો 2 જુલાઈએ થયો હતો.
- ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સાન્યાલના સફદરજંગ એનક્લેવના એ-બ્લોકમાં દરોડા પાડ્યાં હતા.
- સાન્યાલ પર આવક કરતા વધારે પ્રોપર્ટી હોવાનો પણ આરોપ છે.
ઘરમાંથી મળી રશિયન છોકરી

- દરોડા દરમિયાન સાન્યલના ઘરમાંથી એક રશિયન છોકરી મળી છે. તેને બાથરૂમમાં બંધ કરી દીધી હતી.
- જ્યારે ટેક્સ ઓફિસરે તેને બાથરૂમમાંથી બહાર કાઢી ત્યારે તેણે તેના હાથની નસ કાપવાનો પ્રયત્ન પણ કર્યો હતો. ત્યારપછી ઈન્કમ ટેક્સ ઓફિસરોએ પોલીસને માહિતી આપી હતી.
- પોલીસના જણાવ્યા પ્રમાણે, સાન્યાલ હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ ચલાવતો હતો અને વિદેશી છોકરીઓ સપ્લાય કરતો હતો.
- દરોડા દરમિયાન સાન્યાલના બેન્ક એકાઉન્ટની પણ જે માહિતી મળી છે તે પોલીસને આપવામાં આવી છે.
- દરોડા દરમિયાન પાંચ વિદેશી છોકરીઓના પાસપોર્ટ મળી આવ્યા છે.
અન્ય ઘણાં નામ જોડાયા હોવાની શંકા

- સાન્યાલને ગુરુવારે અરેસ્ટ કરીને કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યો છે. ત્યાંથી તેને રિમાન્ડ પર લઈ જવામાં આવ્યો છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
- પોલીસને શંકા છે કે આ સેક્સ રેકેટ સાથે ઘણાં મોટા નામ જોડાયેલા હોવાની શક્યતા છે.
સાંસદોના લેટરપેડ પણ મળ્યા

- સાન્યાલના ઘર અને અલગ અલગ જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે ત્યારે સાંસદોના લેટરપેડ પણ મળી આવ્યા છે.
- ન્યૂઝ એજન્સી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે તેમાં સમાજવાદી પાર્ટીના સાંસદ નરેશ અગ્રવાલના ઓફિસના લેટરપેડ અને કવર મળ્યા છે.
- ડીસીપી (સાઉથ દિલ્હી) ઈશ્વર સિંહે જણાવ્યું છે કે, સપા સાંસદના નામથી વોટ્સએપ દ્વારા અમુક સીનિયર IAS ઓફિસરો અને બ્યૂરોક્રેટ્સને પણ મેસેજ મોકલવામાં આવ્યા છે.
સાંસદે શું કહ્યું?
- નરેશ અગ્રવાલે કહ્યું છે કે, આ બધી ખોટી વાત છે. કોઈ મારા નામનો ખોટી રીતે ઉપયોગ કરે છે. મે કોઈ ખોટુ કામ પણ નથી કર્યું અને હું પ્રવૃતિઓમાં સામેલ નથી. હું ઈચ્છું છું કે આરોપીઓ સામે દિલ્હી પોલીસ કડક કાર્યવાહી કરે.
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પોલીસે આ સેક્સ રેકેટને ઉઘાડુ પાડવા માટે યુપીમાં પણ સાન્યાલની અમુક પ્રોપર્ટી પર દરોડા પાડ્યા છે.
- પોલીસના જણાવ્યા પ્રમાણે, સાન્યલ પણ પોતાની જાતને એક સાંસદ તરીકે રજૂ કરતો હતો.
- આ કેસમાં એક રશિયન છોકરીનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે.
આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત અન્ય તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો