ઉડા-ઉડ કરતા નેતાઓ ચૂકવે છે કલાકના લાખો રૂપિયાનું ભાડું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
'હાઈ ફ્લાયર' છે મોદી
લે છે અદાણીની સેવાઓ
રાહુલ ગાંધી બીજા નંબરે
લોકસભાની ચૂંટણીઓમાં મતદાન શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે. આને જોતા તમામ દળોના નેતાઓ તાબડતોબ રેલીઓ કરી રહ્યાં છે. સમયના અભાવ અને સુવિધાને ધ્યાનમાં રાખતા નેતાઓ દ્વારા પ્રાઈવેટ હેલિકોપ્ટર્સ અને જેટ્સને હાયર કરવામાં આવી રહ્યાં છે. આ બાબતને આધાર બનાવીને જ કેજરીવાલ તમામ નેતાઓ પર પ્રહાર કરતા રહે છે.
રાજનેતાઓ બી-200 કિંગ એયરથી લઈને નાની સાઈઝના હેલિકોપ્ટર્સ તથા લક્ઝરી બિઝનેસ જેટ ફાલ્કન 7 એસ જેવા વિમાનોનો ઉપયોગ કરે છે. બી-200 કિંગ એયરનું ભાડું ટેક્સ વગર એક કલાકનું રૂ. 1.25 લાખ જેટલું બેસે છે. જ્યારે ફાલ્કન સેવન એક્સનું ભાડું એક કલાકના 4.5 કલાક જેટલું હોય છે.
ફાલ્કન 2000 (8 સીટર)
આ અત્યંત મોંઘુ ફિક્સ વિંગ વિમાન છે. તેનો ઉપયોગ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવે છે. તેનું ભાડું રૂ. 2.85 લાખ પ્રતિકલાક થાય છે.કોંગ્રેસને જીએમઆર દ્વારા આ વિમાનોની સેવાઓ આપવામાં આવે છે.
અગસ્ટા વેસ્ટલેન્ડ 109
આ હેલિકોપ્ટરનો ઉપયોગ છત્તિસગઢના મુખ્યપ્રધાન રમણસિંહ તથા રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરારાજે સિંધિયા દ્વારા ચૂંટણીઓ દરમિયાન કરવામાં આવ્યો હતો. તેનું ભાડું રૂ. 1.60 લાખ પ્રતિકલાક મુકવામાં આવે છે. રેલિગેયર દ્વારા આ સેવાઓ આપવામાં આવી હતી.
મોદી દ્વારા ઉપયોગ અને બીજી મહત્વપૂર્ણ બાબતો અંગે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.