તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતના એક યાત્રી સહિત અમરનાથમાં બે વ્યક્તિનાં મૃત્યુ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરનાથ યાત્રા દરમિયાન ગુજરાતના એક યાત્રાળુ સહિત બે વ્યક્તિના હૃદયરોગના હુમલાના કારણે મોત નીપજ્યાં હતા. અધિકારીઓએ જણાવ્યા અનુસાર શુક્રવાર સુધીમાં એક લાખથી વધારે લોકો ભગવાન અમરનાથના દર્શન કરી ચુક્યા છે.

ગુજરાતના રહેવાસી ક્રશિન કાનજી(૫૧)ને અમરનાથ ગુફા નજીક હૃદય રોગનો હુમલો આવતા તેમનું મોત નીપજ્યું હતું જ્યારે મધ્યપ્રદેશના રહેવાસી અશ્વિની પાટીલે શેશનાગ અને પવિત્ર ગુફા વચ્ચે આવતા નાગાકોટી ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને યાત્રાળુઓ ગુરુવારે મૃત્યુ પામ્યા હતા અને મૃતદેહો તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે.દરમિયાન અધિકારીઓએ જણાવ્યા અનુસાર આ વર્ષે બરફના શિવલિંગના દર્શન કરનારા ભકતોની સંખ્યા પ્રથમ આઠ દિવસમાં એક લાખને પાર થઈ ગઈ છે.

શુક્રવારે બપોર સુધીમાં બે હજારથી વધારે ભકતો દર્શન કરી ચુક્યા હતા અને હાલમાં પણ ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ જ છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે અમરથાન યાત્રા દરમિયાન વિવિધ કારણોસર ૧૦૦ યાત્રાળુઓના મોત નીપજ્યાં હતાં.