રાજસ્થાન: પુરમાં ફસાયા 26 લોકો,હેલિકોપ્ટર એકમાત્ર વિકલ્પ છતાં તંત્ર નિષ્ક્રિય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયપુર: બાડમેર તથા જાલાવાડમાં સતત વરસાદને કારણે ઘણા લોકોનું જીવ જોખમમાં મુકાયું છે. જ્યારે બીજી તરફ આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઝાલાવાડથી 8 કિલોમીટરના અંતરે આવેલા ચંગેરી ગામમાં 24 લોકો ફસાયેલા છે. આ સ્થળે જમીન માર્ગે પહોંચવુ હાલ મુશ્કેલ હોવાને કારણે ગામમાં હાજર રહેલા અધિકારીઓએ હેલિકોપ્ટરને જ મદદ માટેનો એકમાત્ર વિકલ્પ ગણાવ્યો હતો. જોકે આ મામલે ડીએમ દ્વારા લોકો સાથે ફોન પર વાત થઇ હોવાનું જણાવી તેમના સુરક્ષિત હોવાની માહિતી આપવામાં આવી હતી. આ સમયે ડીએમે રાતસુધીમાં લોકોને બચાવવા હેલિકોપ્ટરનો વિકલ્પ ન વાપરતા લોકોએ આખી રાત ત્યાંજ ફસાઇ રહેવાનો વારો આવ્યો હતો. જોકે ત્યારબાદ ગુજરાતની સ્પેશિયલ રેસ્ક્યૂ ટીમ બોલાવવામાં આવી હતી, આ ટીમે જોખમ વચ્ચે પાણીમાં પોતાની ખાસ બોટ લઇ જઇને, લોકોને બચાવવાની હિંમત દાખવી હતી.

લોકોને બચાવવાના બદલે સ્થાનિક તંત્ર એવી રાહમાં બેસ્યું હતું કે, થોડા સમયમાં પાણીનું સ્તર ઓછું થઇ જશે અને તેને કારણે માર્ગ થકી મદદ પહોંચાડી શકાશે. જોકે ગુજરાતની ટીમે હિંમત દાખલી લોકોને બચાવી લીધા હતા.
જ્યારે બીજી તરફ ચંદ્રભાગા નદી પણ જળસ્તરથી ઉપર વહી રહી હોવાને કારણે રોડવેઝની એક બસ પાણીમાં ફસાઇ જવાની ઘટના બની હતી. જોકે અહીં ક્લેકટર અને રેસ્ક્યૂ ટીમના લોકોએ બસમાં બેસેલા તમામ 50 લોકોને બચાવી લીધા હતા.

(રિપોર્ટ-બ્રિજેશ ઉપાધ્યાય, મોહસીન ખાન તસવીરો-પ્રકાશ તિવારી)
આગળની સ્લાઇડ્સમાં જુઓ સંબંધિત તસવીરો