15 ફૂટ પાણીમાં 7 કલાક તણાતો રહ્યો નાનકડો જીવ, તણાઇ DIGની કાર પણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: ઉદયપુરની સીસારમા નદીમાં આવેલ પૂરમાં એક મકાન પડી ગયું છે. દંપતિ અને તેમની બે બાળકીઓ પાણીમાં ફસાઇ છે. રેસ્ક્યૂ ટીમે સાત કલાકની મહેનતે તેમને સુરક્ષિત બચાવી લીધાં.)
જોધપુર: જિંદગી અમે મૃત્યુ બંન્ને ભગવાનના હાથમાં જ હોય છે, આપણે તો તેના હાથની કટપુતળીઓ જ છીએ. અહીં શહેરમાં લગભગ એક કલાક પડેલ ધોધમાર વરસાદે સર્જેલ તબાહીએ લોકોનાં રૂવાટાં ઊભાં કરી દીધાં.

એક માતા તેના માસૂમ દિકરા સાથે વરસાદમાં પડેલ મકાનના કાટમાળમાં દબાઇને ગણતરીની મિનિટોમાં કાળનો કોળીયો બની ગઈ. ઉલ્લેખનિય છે કે તે જોધપુરથી આવી હતી અને ક્યાક ચાલીને જઈ રહી હતી. આ જ રીતે એમ્સના એક વિધ્યાર્થીનું પણ મૃત્યુ નીપજ્યું છે. તે અરના-ઝરના તેના સહપાઠીઓ સાથે એક પ્રોજેક્ટ અર્થે આવ્યો હતો, પરંતુ બીજાં લોકોને નદીમાં નાહતા જોઇ તે પણ નાહવા કૂધ્યો અને મોતને ભંટ્યો. બીજી બાજુ બીએસએફના એક ડીઆઈજી તેમની ગાડીમાં બેસેલા હતા અને તેમની ડ્રાઇવરની સાથે જ બેરીગંગાના પ્રવાહમાં તનાયા, પરંતુ નસીબના જોરે બંન્ને ગાડીની છત પર ચઢી ગયા અને બચી ગયા.

તણાઇ BSF ના DIG ની કાર:

બોએસફના ડીઆઈજી એમએસ ચૌહાણની કાર મંગળવારે સાંજે ભારે વરસાદના કારણે પાણીના પ્રવાહમાં તણાઇ ગઈ હતી. આ દુર્ઘટના ગ્રામીણ પોલીસ લાઇન પાછણ બેરીગંગામાં થયો હતો. અહીં રસ્તા પર પાણીનો પ્રવાહ વધી ગયો હતો અને કદાવ ડ્રાઇવર પણ પાણીનો અંદાજો લગાવી ના શક્યો.

જેવી ગાડી ત્યાં પહોંચી, પાણીમાં તણાવા લાગી અને બહુ દૂર નદીમાં જઈને અટકી આ ગાડીની સાથે જ ચાલતાં બીએસએફનાં અન્ય વાહનોને ડીઆઈજીને તરત જ બહાર કાઢ્યા પછી કારને પણ દોરડાંની મદદથી ખેંચીને બહાર કાઢી.

જિલ્લાની એક ડઝન નદીઓમાં આવ્યું છે પૂર:

જિલ્લાની એક ડઝન નદીઓમાં પૂર આવેલ છે. ઝાવરમાઈન્સ વિસ્તારમાં ટીડી નદીનું પાણી ભરાવાથી હોસ્પિટલ અને શાળાઓમાં દરદીઓ અને વિધ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. બાંસવાડાના સાલોપટમાં 160 મોમી, કિશલગઢમાં 150 મિમી અને સજ્જનગઢમાં 110 મિમી વરસાદ પડ્ય઼્ઓ છે. ઉદયપુરના બાડગઢ અને સિરોહીના રેવદરમાં 100 મિમી વરસાદ પડ્યો છે.

ખેતરો અને મકાનો ડૂબ્યાં પાણીમાં:
ઘણી કોલોનીઓના નીચેના માળ પાણીમાં ડૂબી ગયા છે. લોકો બહાર પણ નથી નીકળી શકતા. આખો દિવસ લોકોને ધાબા અને છાપરા પર જ પસાર કરવો પડે છે.તો ખેતરો તો આખેઆખાં ડૂબી જ ગયાં છે.
કશ્મીરમાં પણ ફસાયા છે સંખ્યાબંધ રાજસ્થાની:

જમ્મૂ કશ્મીરમાં સીકરના 55, સુઝાનગઢના 60, નોખાના 5, બિલાડાના 9 અને લાડનૂનાં લગભગ 24 લોકો ફસાયાં છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, ભારે વરસાદના કારણે 7 કલાક 15 ફૂટ પાણીમાં ફસાયેલા બાળકને કેવી રીતે બચાવાયું. સાથે-સાથે જુઓ, પાણીમાં તરી રહેલ વાહનો અને તબાહ થઈ ગયેલ શહેરની તસવીરો.....

તસવીર: શિવ વર્મા અને ઋષભ જૈન