તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરિયાણાના જિંદ જિલ્લાના 9મા ધોરણની વિદ્યાર્થિનીઓ આઇન્સ્ટાઇનથી છે પ્રેરિત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જીંદ (હરિયાણા): હરિયાણાના જીંદ જિલ્લાના એક ગામની વિદ્યાર્થિનીઓએ પોતાના ટેલેન્ટથી બધાને આશ્ચર્યચકિત કર્યા છે. તે બંને હાથથી એક સાથે લખે છે. એક હાથે હિન્દી અને બીજા હાથથી અંગ્રેજી. બંને ભાષામાં એકસાથે એક સરખી વાત લખી શકે છે. એ પણ એટલી સારી રીતે લખે છે કે કોઇને ખ્યાલ પણ ન આવે કે ડાબા હાથથી લખ્યું છે કે જમણા હાથથી. આ વિદ્યાર્થિનીઓએ આલ્બર્ટ આઇન્સ્ટાઇનમાંથી પ્રેરણા લઇને 6 માસમાં આ રીતે લખવાનો અભ્યાસ કર્યો છે. તેઓ સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં 9મા ધોરણની વિદ્યાર્થિની છે.
તેમનું નામ પૂજા, પ્રિયા, તમન્ના, મોનિકા ઇશા અને મન્નુ છે. તેઓ જણાવે છે કે લગભગ છ માસ પહેલાં શિક્ષક કુલદીપ સિંહ ક્લાસમાં વિજ્ઞાન ભણાવી રહ્યા હતા. આ સમયે સાપેક્ષતાના સિદ્ધાંત પર આલ્બર્ટ આઇન્સ્ટાઇનની વાત થઇ. શિક્ષકે જણાવ્યું કે આઇન્સ્ટાઇન બંને હાથથી લખી શકતા હતા. દરરોજની પ્રેક્ટિસથી તે લખી શકતા હતા. આ સાંભળી આશ્ચર્ય થયું. તે દિવસથી અમે નક્કી કરી લીધું કે અમે લોકો દરરોજ બંને હાથથી લખવાની પ્રેક્ટિસ કરીશું અને આમ કરીને જ ઝંપીશું. પછી સ્કૂલમાં ફ્રી પિરિયડમાં લખવાનો અભ્યાસ શરૂ કર્યો. થોડાક જ દિવસમાં અમને વિશ્વાસ થયો કે અમે લખી શકીએ છે.
આ સાથે લખવાની ઝડપ પણ વધવા લાગી. પછી એક હાથ દ્વારા હિન્દી અને બીજા હાથથી અંગ્રેજી લખવાની પ્રેક્ટિસ શરૂ કરી. છ માસ બાદ અમને બંને ભાષા એકસાથે લખવામાં કોઇ મુશ્કેલી ન થઇ. બંને હાથથી લખવામાં ખૂબ મજા આવી. ઘરના લોકો અને શિક્ષક તેમને આ રીતે લખતા જોઇને ખૂબ જ ખુશ થાય છે.
શિક્ષક કુલદીપ સિંહ જણાવે છે, બધી જ વિદ્યાર્થિનીઓ ગામના ખેડૂત પરિવારોમાંથી આવે છે. હું જ્યારે કોલેજમાં હતો ત્યારે મેં પણ બંને હાથથી લખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળ થયો નહીં. હું આઇન્સ્ટાઇનથી પ્રભાવિત હતો. તેથી જ્યારે ક્લાસમાં આ વિષય ભણાવું ત્યારે આઇન્સ્ટાઇનની વાત જરૂરથી સંભળાવું છું. મેં આ વિદ્યાર્થિનીઓને પ્રેરિત કરી તો તેમણે અભ્યાસ કરવાનું શરૂ કર્યું. જેમાં તેમને સફળતા મળી. તે લોકો બંને હાથથી સારી રીતે લખી શકે છે. કોઇ જાણી પણ ન શકે કે તેમણે કયા હાથથી લખ્યું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો