• Gujarati News
  • Sudesh, Friend Of Dhoni Become MLA At 26 Years, Also Was Deputy CM

ધોનીના મિત્ર 26 વર્ષે થયા હતા ધારાસભ્ય, રહ્યા હતા નાયબ મુખ્યપ્રધાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ધોનીના ઘરે સુદેશ મહતો – જમણી બાજુ)
રાંચીઃ ઝારખંડમાં પહેલા તબક્કાની ચૂંટણી પૂરી થઇ ગઇ છે. ઝારખંડમાં પ્રથમ તબક્કામાં કુલ 13 બેઠકો પર ચૂંટણી થઇ હતી. આ દરમિયાન આ ચૂંટણીમાં અનેક પાર્ટીઓના દિગ્ગજ ચહેરાઓનું નસીબ ઇવીએમમાં કેદ થઇ ગયું છે. હવે ચાર તબક્કાની ચૂંટણી થવાનું હજુ બાકી છે. આ દરેક ચૂંટણીમાં અહીના દિગ્ગજોના નસીબનો ફેંસલો થશે. આમાં એક ચહેરો સુદેશ મહતોનો પણ છે. સુદેશ આજસૂ (ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યૂનિયન)ના અધ્યક્ષ છે. તેઓ ઝારખંડના નાયબ મુખ્યપ્રધાન પણ રહ્યા હતા. તેનાથી પહેલા તેઓ ઝારખંડ ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી લડી ચૂક્યા છે પરંતુ તેમાં તેઓ જીતી શક્યા ન હતા.
ઘણીવાર જોવા મળે છે ધોનીની સાથે
રાંચીના હોવાના કારણે સુદેશ અને ધોની વચ્ચે ઘણા સારા સંબંધ છે. બન્ને અનેક કાર્યક્રમોમાં એક સાથે જોવા પણ મળે છે. ધોનીના લગ્ન હોય કે સુદેશના ઘરે કોઇ પાર્ટી, જો બન્ને રાંચીમાં હોય તો એક સાથે જરૂર દેખાય છે. ઝારખંડ ક્રિકેટ એસોસિયેશન સાથે સંકળાયેલા હોવાના કારણે બન્ને ઘણા નજીક છે.
મધ્યમ વર્ગના પરિવારમાં થયો જન્મ
સુદેશ મહતોનો જન્મ 21 જૂન 1974ના રોજ સિલ્લીમાં થયો હતો. તેઓ એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. પિતા એસ.એસ.મહતો એક કારખાનામાં કામ કરતા હતા. તેમણે એમ.એ. સુધીનું શિક્ષણ લીધુ છે. રાજનીતિમાં પોતાની કારકીર્દીની શરૂઆત સુદેશે 1991માં કરી હતી. તેઓ એક કાર્યકર્તાની રીતે આજસૂ પાર્ટીમાં જોડાયા હતા. તેઓ 2000માં પહેલી વાર ધારાસભ્યની ચૂંટણી જીત્યા ત્યારે ફક્ત 26 વર્ષના હતા. 2005 અને 2009માં પણ સિલ્લીના ધારાસભ્યની તરીકે ચૂંટાયા હતા.
આગળની સ્લાઇડમાં જુઓ સુદેશ મહતોની તસવીરો