તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેજરીવાલ સરકારને મોટો ઝટકોઃ HCએ 21 સંસદીય સચિવો નિમણૂંક રદ કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સરકારને મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે 21 સંસદીય સચિવોની નિમણૂકને રદ કરી દીધી છે. કોર્ટે કહ્યું કે, નિયમોને અવગણીને આ સચિવોની નિમણૂક કરવામાં આવી છે.
નિર્ણયથી કોને થશે સીધી અસર?

- કોર્ટે સંસદીય સચિવોને 'લાભનું પદ' માનતા આ નિયુક્તિઓ પર સવાલ ઉઠાવ્યા છે.
- આ નિર્ણયની સીધી જ અસર કેન્દ્રીય ચૂંટણી પંચમાં સંસદીય સચિવ નિમણૂક કરવામાં આવેલા 21 ધારાસભ્યો પર ચાલી રહેલી તપાસ પર પડશે.
- દિલ્હી સરકારના 21 સંસદીય સચિવોની મેમ્બરશિપ પૂર્ણ કરવાનો મામલો છેલ્લા કેટલાક મહિનાથી ચૂંટણી પંચમાં ચાલી રહ્યો છે.
- સરકારે તેના 21 ધારાસભ્યોને વિવિધ વિભાગોમાં જોડવા માટે તેમને સંસદીય સચિવનો દરજ્જો આપ્યો હતો, તેમની વિરુદ્ધ રાષ્ટ્રપતિને અરજી મોકલી હતી.
- રાષ્ટ્રપતિ કેસની સુનાવણી પંચને આપી દીધી હતી અને પંચમાં આ સુનાવણી અંતિમ તબક્કામાં છે.
ચૂંટણી પંચે દિલ્હી સરકારના ચીફ સેક્રેટરીને લખ્યો હતો પત્ર

- દિલ્હી હાઈકોર્ટના નિર્ણયની અસર સીધી ચૂંટણી પંચમાં ચાલી રહેલી તપાસને થશે.
- જેનાથી આમ આદમી પાર્ટીના આ 21 ધારાસભ્યોની મેમ્બરશિપ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
- ચૂંટણી પંચે થોડા દિવસ પહેલાં જ દિલ્હી સરકારના ચીફ સેક્રેટરી કે.કે. શર્માને એક પત્ર લખ્યો છે.
- પત્રમાં તેમણે 21 સંસદીય સચિવોને આપવામાં આવેલી સુવિધાની જાણકારી માંગી છે.
- સૂત્રો જણાવે છે કે, તેમાં તેને આપવામાં આવેલા કાર્યાલયો અને ત્યાં આપવામાં આવેલી સુવિધાઓ, ટેલિફોન ખર્ચ, વાહની સુવિધાઓ, ડ્રાઈવર્સ અને તેને આપવામાં આવેલા સ્ટાફની ડીટેઈલ્સ મોકલવામાં માટે કહેવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો