તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરીના મુખ્ય ફરિયાકર્તા હાશિમ અંસારીનું નિધન, 60 વર્ષથી લડતા'તા કેસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નેશનલ ડેસ્કઃ બાબરી વિધ્વંશ બાદ અયોધ્યા જમીન વિવાદના મુખ્ય ફરિયાદકર્તા હાશિમ અંસારીનું નિધન થયું છે. બુધવારે સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ તેમણે આયોધ્યામાં આવેલા તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા છે. આ વર્ષના ફેબ્રુઆરી માસથી તેઓ બીમાર હતા. તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી. ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, તેમને છાતીમાં ઈન્ફેક્શન છે. એકાદ વર્ષ પહેલા તેઓએ હાર્ટ સર્જરી પણ કરાવીને પેસમેકર મૂકાવ્યું હતું ત્યારબાદ તેઓ નિયમિત રીતે દવાઓ લેતા હતા. અંસારી ઘણીવાર તેમના ઈન્ટરવ્યૂમાં કહી ચૂક્યા હતા કે, તેમને હવે મૃત્યુની રાહ છે અને તે ઈચ્છે છે કે, તેઓ જીવંત હોય ત્યાં સુધી રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદના મુદ્દા પર કોઈ નિર્ણય આવી જાય. હાશિમ અંસારી હિન્દુ મુસ્લિમ એકતાના પ્રખર હિમાયતી હતા. જેના કારણે વિરોધીઓ પણ તેમનું સન્માન કરતા હતા.
હિન્દુ-મુસ્લિમ બન્નેને એકસરખુંં આપતા સન્માન

- 90 વર્ષીય અંસારી છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા. તેમને થોડા દિવસો લખનઉની હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા.
- 'ચચા' નામથી લોકપ્રિય અંસારીના નિધનના સમચાર સાંભળતા જ તેમના ઘરે લોકોનો ધસારો શરૂ થઈ ગયો હતો.
- અંસારીના પુત્ર ઈકબાલ પ્રમાણે, તેમને સુપુર્દ-એ-ખાક આજે જ શીશ પયગંબરની દરગાહ પાસે આવેલા કબ્રસ્તાનમાં કરવામાં આવશે.
- અંસારીના નિધન પર આયોધ્યાના કેટલાય સંતો-મહંતોએ શોક વ્યક્ત કર્યો છે.
- મંદિર આદોલન દરમિયાન આયોધ્યામાં તંગ સ્થિતિ હોવા છત્તા લોકોને શાંતિની અપીલ કરતા રહેતા હતા.
- તેમને હિન્દુ અને મુસ્લિમ બન્ને માટે એક સમાન સન્માન હતું. રામ મંદિર આંદોલનના અનુગામી રહેલા પરમહંસ રામચંદ્ર દાસના તેઓ ગાઢ મિત્ર હતા.
- તેઓ કાયમ હિન્દુ-મુસ્લિમ એકતાના પક્ષકાર હતા. હિન્દુઓના તહેવાર પર હાશિમ સાધુ-સંતો અને હિન્દુ ધર્મના અનુયાયીઓને શુભેચ્છા આપવાનું ક્યારેય ચૂકતા ન્હોતા.
- હિન્દુ સાધુ-સંતો પણ મુસ્લિમ તહેવારો પર તેમના ઘરે શુભેચ્છા પાઠવતા હતા.
- 13 વર્ષ પહેલા પરમહંસના નિધન પર આપેલું તેમનું નિવેદન 'મારો મિત્ર મારી પહેલા જતો રહ્યો'. આજે પણ લોકોની જીભ પર છે.
1949માં પહેલીવાર દાખલ કરાવ્યો હતો કેસ

- 90 વર્ષના હાશિમ અંસારી છેલ્લા 60 વર્ષથી આ કેસને લડી રહ્યા હતા.
- તેઓએ 1949માં પહેલીવાર બાબરી મસ્જિદ મામલે કેસ દાખલ કરાવ્યો હતો.
- તે સમયે વિવાદિત માળખામાં કથિત રૂપે મૂર્તિઓ રાખવામાં આવી હતી, તે સમયે તંત્રએ શાંતિ વ્યવસ્થા માટે જે લોકોની ધરપકડ કરી હતી.
- તેમાં અંસારી પણ સામેલ હતા. તેઓએ 8 મહિના જેલમાં પસાર કર્યા હતા.
કોણ-કોણ અંસારીના પરિવારમાં?

- અંસારીનો પરિવાર પેઢીઓથી આયોધ્યામાં રહે છે.
- હાશિમ અંસારી 11 વર્ષના હતા કે વર્ષ 1932માં તેમના પિતાનું નિધન થયું હતું.
- જેના કારણે તેઓ માત્ર બીજા ધોરણ સુધી જ ભણી શક્યા હતા.
- બાદમાં તેઓ દરજીકામ કરવા લાગ્યા હતા. થોડો સમય પસાર થયા બાદ તેમના લગ્ન નજીકના જ ફૈઝાબાદમાં થઈ ગયા હતા.
- અંસારીને બે બાળકો છે, એક પુત્ર અને એક પુત્રી. અંસારીના પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી રહી ન્હોતી.
આ રીતે બન્યા બાબરી મસ્જિદ કેસના હિમાયતી

- અંસારીનું કહેવું હતું કે, 1934નો બળવો તેમને યાદ હતો, જ્યારે હિન્દુ વૈરાગીઓ યતિએ બાબરી મસ્જિદ પર હુમલો કર્યો હતો.
- તેમના પ્રમાણે, બ્રિટિશ શાસને સામૂહિક દંડ ફટકારીને મસ્જિદની મરામત કરાવી હતી અને જે લોકો માર્યા ગયા, તેમના પરિવારોને વળતર આપવામાં આવ્યું હતું.
- તેમનું દરેક સાથે સામાજિક મેળાવડો હતો એટલા માટે લોકોએ તેમને કેસ કરવા માટે કહ્યું અને આ રીતે તેઓ બાબરી મસ્જિદના હિમાયતી બની ગયા હતા.
- બાદમાં 1961માં જ્યારે સુન્ની વક્ફ બોર્ડે કેસ કર્યો તો તેમાં પણ અંસારી એક ફરિયાદકર્તા બન્યા હતા.
1992માં હિન્દુઓ બચાવ્યા તોફાનીઓથી

- 6 ડિસેમ્બર, 1992ના બળવામાં બહારથી આવેલા તોફાનીઓએ તેમનું ઘર સળગાવી દીધું હતું.
- પરંતુ આયોધ્યાના હિન્દુઓએ તેમને અને તેમના પરિવારને તોફાનીઓથી બચાવ્યા હતા.
- આ ઘટના બાદ હામિદ અંસારીને સરકાર તરફથી જે વળતર મળ્યું, તેનાથી તેઓએ તેમના પુત્ર પાસે ઘર ફરીવાર બનાવ્યુ અને એક જુની એમ્બેસેડર કાર ખરીદી હતી.
આગળની સ્લાઈડ્સમાં વાંચો...રામમંદિરના પક્ષકાર જ્ઞાનદાસે શું કહ્યું?
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો