તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હરિયાણાઃ OBC-જાટ નેતાઓની બે રેલી, સોનીપત-જીંદ બસ સર્વિસ બંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જીંદ/રોહતકઃ રોહતકના જસિયામાં જાટ નેતા યશપાલ મલિક અને જીંદમાં સાંસદ રાજકુમાર સૈનીની રેલીઓમાં લોકો પહોંચી રહ્યાં છે. હિંસાની આશંકાને જોતા સોનીપતથી જીંદ અને ગોહાનાથી રોહતક વચ્ચે બસ સર્વિસ બંધ કરવામાં આવી છે. બંને નેતાઓની રેલીને જાટ સમુદાયના બે જૂથો વિરોધ કરી રહ્યાં છે. એવામાં રાજ્યમાં વાતાવરણ વધુ તણાવપૂર્ણ થઈ ગયું છે.

 

કોની રેલીઓ, કેમ થઈ રહ્યો છે વિરોધ?

 

પ્રથમ રેલી

 

- રોહતકના જસિયામાં જાટ નેતા યશપાલ મલિકની રેલી છે. તેઓ અહીં કૌશલ વિકાસ કેન્દ્રની ભૂમિ પૂજન કરવાના છે. યશપાલ જાટ આરક્ષણની માગને લઈને રેલીઓ કરતાં રહ્યાં છે. તેમની માગ છે કે છેલ્લાં જાટ આંદોલન સમયે ધરપકડ કરાયેલાં યુવકોને છોડવામાં આવે.

- યશ પર તેમની જ કોમ્યુનિટીના એક જૂથ જાટ આંદોલન સમયે ભેગા કરવામાં આવેલા ફંડમાં ગેરરીતિ કરવાનો આરોપ છે. આ જૂથ જ હાલ પણ તેમની રેલીઓનો વિરોધ કરે છે.

 

બીજી રેલી

 

- જીંદમાં ઓબીસી સાંસદ રાજકુમાર સૈની મહાત્મા જ્યોતિબા ફુલેની પુણ્યતિથિએ સમાનતા મહાસંમેલન અને રેલી કરવાના છે.

- તેઓએ 35 પછાત જાતિઓને એકજૂથ કરી છે. તેઓ જાટો વિરૂદ્ધ નિવેદન આપે છે અને ઓબીસીને આરક્ષણ આપવાની માગ કરે છે.

- સૈનીની આ રેલીનો વિરોધ જાટ કોમ્યુનિટી ફોર્સની 25 કંપનીઓની ડિમાન્ડ કરી છે.

 

પેરામિલિટ્રી ફોર્સની 25 કંપનીઓની માગ

 

- જીંદના હુડ્ડા મેદાનમાં રેલી સ્થળ પર લોકો પહોંચી રહ્યાં છે. અહીં પોલીસની 10 કંપનીઓને તૈનાત કરવામાં આવી છે.

- હરિયાણા સરકારે કેન્દ્ર પાસે પેરામિલિટ્રી ફોર્સની 25 કંપનીઓની ડિમાન્ડ કરી છે.

 

11 જિલ્લાઓમાં ઈન્ટરનેટ બંધ

 

- બંને રેલીઓને જોતાં રાજ્યના 11 જિલ્લા – જીંદ, હિસાર, ફતેહાબાદ, કરનાલ, પાણીપત, કૈથલ, રોહતક, સોનીપત, ઝઝ્ઝર, ભિવાની અને ચરખી દાદરીમાં રવિવાર રાત્રે 12 વાગ્યા સુધી મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દીધાં છે. આ ઓર્ડર શુક્રવારથી લાગુ કરવામાં આવ્યા હતા. સ્થિતિ બગડે તો તેની મુદત વધારવામાં આવી શકે છે.

કોણ છે રાજકુમાર સૈની?

- કુરૂક્ષેત્રથી ભાજપના સાંસદ રાજકુમાર સૈની જાટ આરક્ષણ આંદોલનમાં થયેલી હિંસા પછી લાઈમ લાઈટમાં આવ્યા હતા.

- તેઓએ જાટ વિરૂદ્ધ 35 જાતિના લોકોને એકજૂથ કરવાનો મોર્ચો ખોલ્યો છે. તેઓ આ કોમ્યુનિટીને અનામત આપવાની માગ કરે છે. તેઓ જાટ કોમ્યુનિટી પર સતત વિવાદિત નિવેદન આપે છે.

 

કોણ છે યશપાલ મલિક?

 

- યુપીના જાટ નેતા યશપાલ મલિકે જાટ આરક્ષણ સંઘર્ષ સમિતિ બનાવી રાખી છે. તેઓ જાટ આંદોલન દરમિયાન એક્ટિવ થયા હતા.

- યુપીની સાથે સાથે હરિયાણામાં પણ તેઓ જાટ કોમ્યુનિટીના નેતા છે અને તેઓ અનામત આપવાની માગ કરતાં રહ્યાં છે.

- તેઓની જ કોમ્યુનિટીના કેટલાંક લોકો જાટ અનામત આંદોલન દરમિયાન એકઠાં કરવામાં આવેલાં નાણાંને હડપવાનો આરોપ લગાવ્યો છે.

- શુક્રવારે તેમના વિરોધીઓએ જસિયામાં ધરણાં કર્યા હતા. જો કે મોડી રાત્રે પોલીસની સમજાવટ બાદથી તેઓ ત્યાંથી હટી ગયા હતા.

 

કોણ છે સંદીપ ભારતી?

 

- સંદીપ ભારત જાટ કોમ્યુનિટીના છે. તેઓએ આઝાદ ખેડૂત મિશનના નામથી એક સંગઠન બનાવી રાખ્યું છે.

- આ સંગઠનમાં સૌથી વધુ જાટ યુવાનો છે. સંદીપે સાંસદ સૈની વિરૂદ્ધ મોરચો ખોલ્યો છે.

 

અન્ય સમાચારો પણ છે...