તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીચરનો વીડિયો વાયરલ, ઓછા માર્કસ આવે તો યુવતીઓ સાથે કરતો આવું વર્તન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરનાલ (હરિયાણા) : સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ટીચર કલાસરૂમમાં સ્ટુડન્ટ્સને ઓછા માર્કસ લાવવાને કારણ માર મારે છે. આ વીડિયોમાં ટીચરને યુવતીઓને પણ મારતા જોઈ શકાય છે. આ ક્રૂર ટીચરનો વીડિયો એક સ્ટુડન્ટે શૂટ કરી સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો.
વીડિયો વાયરલ થયા બાદ ટીચરે કરી આ સ્પષ્ટતા....

- હરિયાણાના કરનાલ જીલ્લામાં પ્રદીપ અરોડા ઘણા વર્ષોથી ઈંગ્લીશ કોચિંગ ક્લાસ ચલાવે છે.
- પ્રદીપ પહેલા ઈન્ડિયન નેવીમાં હતા અને 1999માં નિવૃત્ત થયા બાદ બાળકોને ટ્યૂશન આપી રહ્યાં છે.
- વીડિયો વાયરલ થયા બાદ પ્રદીપે જણાવ્યું કે, સ્ટુડન્ટ્સમાં ડિસિપ્લિન અને સારા માર્ક્સ લાવવા આમ કરવું પડે છે.
- તેમણે જણાવ્યું કે, પહેલા તેઓ સ્ટુડન્ટ્સને પ્રેમથી સમજાવે છે, જો તેઓ નથી સુધરતા તો આમ કરવું પડે છે.
- આ વીડિયો સામે આવ્યા બાદ અમુક વાલીઓ તથા અમુક ટીચર્સે પ્રદીપ જેવા ટીચર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી.
સ્ટુડન્ટ્સની ધોલાઈ માટે શોધે છે બહાના

- પ્રદીપ વિશે સ્ટુડન્ટ્સે જણાવ્યું કે, કોઈ સ્ટુડન્ટ લેટ આવે છે અથવા પરીક્ષામાં એક માર્ક પણ ઓછો આવે કે હોમવર્ક ન કર્યું તેની ધોલાઈ થઈને જ રહે છે.
- સ્ટુડન્ટ્સે આમપણ કહ્યું કે, તેઓ સ્ટુડન્ટ્સને ડિફેન્સની શિસ્ત શિખવવા પણ મારતા હોય છે.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ ક્લાસમાં સ્ટુડન્ટ્સને મારતા ટીચરની તસવીરો અને વીડિયો)
અન્ય સમાચારો પણ છે...