તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતાપની ભૂમિ પર પગ મૂકતા જ 36ની છાતી 56ની થઈ જાય છે : હાર્દિક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉદયપુર : રાજદ્રોહના મામલે 9 મહિના સુધી સુરતની જેલમાં કેદ રહેલા પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે કહ્યું કે, કન્હૈયા પર પણ રાજદ્રોહનો કેસ નોંધાયો હતો અને મારા પર પણ. તેમ છતાં કન્હૈયાને 21 દિવસમાં જામીન મળી ગયા અને મને જામીન આપવામાં 9 મહિનાનો સમય કેમ લાગ્યો, આ કેવો ન્યાય છે? જામીન બાદ છ મહિના માટેનું નવું ઠેકાણું પસંદ કરવા મામલે હાર્દિક પટેલે કહ્યું કે, આ મહારાણા પ્રતાપની ભૂમિ છે જ્યાં પગ મૂકતાની સાથે જ 36 ઇંચની છાતીવાળો આવે તો તેની છાતી 56 ઇંચની થઇ જશે. આ ભૂમિમાં રહીને મારે દેશના નિર્માણ માટે કામ કરવું છે. દૈનિક ભાસ્કરે રવિવારે સવારે રાજસ્થાનની સરહદે પ્રવેશ કરતાની સાથે જ હાર્દિક પટેલ સાથે વાતચીત કરી અને તેમની સમગ્ર યાત્રા પર નજર રાખી હતી. વાતચીતના કેટલાક અંશો નીચે મુજબ છે.......
પ્રશ્ન : તમે જેલમાં હતા ત્યારે જેએનયુના વિદ્યાર્થી નેતા કન્હૈયા પર પણ રાજદ્રોહનો કેસ લાગ્યો, તમે આ અંગે શું કહેશો

જવાબ : બંને પર રાજદ્રોહનો કેસ હતો. કન્હૈયાને 21 દિવસમાં જામીન મળી ગયા પરંતુ મને 9 મહિને જામીન અપાયા. કન્હૈયા સામે એવો તે કયો રાજદ્રોહનો કેસ લાગ્યો કે તેને એટલા વહેલા જામીન મળ્યા અને અમે તો અનામત માટે સંઘર્ષ કર્યો, એમાં આટલો સમય કેમ?

પ્રશ્ન : ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ તમે છ મહિના માટે તમે નવું ઠેકાણું ઉદયપુર જ કેમ પસંદ કર્યું?
જવાબ : આ મહારાણા પ્રતાપની ભૂમિ છે જ્યાં પગ મૂકતાની સાથે જ 36 ઇંચની છાતીવાળો આવે તો તેની છાતી 56 ઇંચની થઇ જાય છે. આ ભૂમિમાં રહીને મારે દેશના નિર્માણ માટે કામ કરવું છે.
પ્રશ્ન : આમ આદમી પાર્ટીમાં સામેલ થવાની તૈયારી કરી રહ્યા છો?

જવાબ : હું સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલો છું. મારે રાજકારણમાં પગ જ મૂકવો નથી.

પ્રશ્ન : ઉત્તરપ્રદેશ અને પંજાબમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે એવામાં તમે શું ત્યાં જશો ?

જવાબ : ઉત્તરપ્રદેશ અને પંજાબમાં મોટી સંખ્યામાં કુર્મી સમાજના લોકો છે. તેમની સાથે મુલાકાત કરીશું. તેમને એક જ વાત કહીશું કે, જે ભૂલ બીજા લોકો કરી રહ્યા છે તે ત્યાં(ઉ.પ્રદેશ અને પંજાબ) ન થવી જોઇએ. (હાર્દિકે તેનો સ્પષ્ટ જવાબ તો નહોતો આપ્યો પરંતુ તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે આગામી ચૂંટણીમાં તેમની સાથે જોડાયેલા લોકો ભાજપને વોટ ન આપે.)

પ્રશ્ન : શું તમે અનામત આંદોલનમાં રાજસ્થાનની અન્ય જાતિઓને પણ જોડશો?

જવાબ : જુઓ, ગુજરાતનું આંદોલન ગુજરાત માટે છે. અહીં (રાજસ્થાન)ની પણ અમુક ભૌગોલિક, રાજનૈતિક અને સામાજિક સ્થિતિઓ હશે. ખેડૂતો પણ પોતાની મુશ્કેલીનો સામનો કરી રહ્યા હશે. તેના પર આપણે કામ કરવાનું છે.

પ્રશ્ન : શું તમે રાજસ્થાનના ગુર્જર અનામત આંદોલનથી વાકેફ છોω બંને આંદોલનમાં કઇ સમાનતા છે

જવાબ : હા, ગુર્જર આંદોલનથી હું વાકેફ છું, ગુર્જર અમારા ભાઇ છે. અમે શાંત પ્રજા છીએ અને ગુર્જર ઝનૂની પ્રજા છે.

પ્રશ્ન : પાટીદાર આંદોલનના નામે ગુજરાતમાં ભારે હાહાકાર થયો, તેમ છતાં તમને કઇ રીતે શાંત માનીએ?

જવાબ : જુઓ, એ આંદોલનમાં અમારો મિજાજ ધારદાર હતો.

પ્રશ્ન : શું રાજસ્થાનમાં પણ તમારા મિજાજ એવા જ જોવા મળશે?

જવાબ : કેમ નહીં અમે તો લોકોને ન્યાય આપવા માટે લડતા રહીશું. અહીંના લોકોને એકજૂથ કરવા છે. જે લોકોને સરકાર સામે વાંધો છે તેમના માટે લડીશું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો