દુષ્કર્મ કેસ : બિહારમાં માત્ર ૭ દિવસમાં દુષ્કર્મીને ફાંસીની સજા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બિહારમાં દુષ્કર્મ અને હત્યાના આરોપીને કોર્ટે મોતની સજા કરી છે. કટિહાર જિલ્લા અને સેશન્સ જજ બી.એન. પાંડેએ માત્ર સાત દિવસમાં આ ચુકાદો આપ્યો છે. બી.એન. પાંડેની કોર્ટમાં બે દિવસમાં ૧૫ સાક્ષીઓ સાથે દલીલો થઇ છે. શનિવારે જજે સંજય ઋષિને દોષિત ઠરાવ્યો છે. આ કેસ ૨૩મી જાન્યુઆરીનો છે.

સંજય ઋષિ પર મૂકવામાં આવેલા આરોપ મુજબ છોટી ભેસદીરા ગામમાં સંજય (૨૬)એ ત્રણ વર્ષીય ભત્રીજી સાથે દુષ્કર્મ કર્યું હતું અને ત્યાર પછી તેની હત્યા કરી નાખી હતી. બાળકીના પિતાએ સંજય સામે એફઆઇઆર નોંધાવી હતી.

- દુષ્કર્મીને ફાંસીનો શર્મિલાનો વિરોધ

અગ્રણી બોલિવૂડ અભિનેત્રી શર્મિલા ટાગારે દુષ્કર્મ બદલ ફાંસીની સજાનો વિરોધ કર્યો છે અને જણાવ્યું કે, મને એવું લાગે છે કે, મૃત્યુ કોઇ અંતિમ સજા નથી અને મૃત્યુદંડની સજાથી લોકો દુષ્કર્મ કરતા ગભરાશે નહીં. દુષ્કર્મીઓ પર મૃત્યુદંડની સજાની કોઇ અસર થશે નહીં. દુષ્કર્મ કરનાર વ્યક્તિ એવું વિચારે છે કે, તે પકડાવાનો નથી. જોકે, તેમણે દુષ્કર્મીને તે જીવે ત્યાં સુધી સખત કારાવાસની સજાની હિમાયત કરી છે.