પીડિતાના મૃત્યુના સંજોગોમાં જ દુષ્કર્મીને ફાંસીની સજા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કેન્દ્ર સરકારે વટહુકમ બહાર પાડ્યો

દુષ્કર્મ સંબંધિત કાયદામાં સુધારા માટે કેન્દ્ર સરકારે વટહુકમને મંજુરી આપી છે પરંતુ સરકારે એ જ કર્યું છે જે તે કહેતી આવી હતી. નવા કાયદામાં દુષ્કર્મના સૌથી જઘન્ય કેસમાં જ અપરાધીને ફાંસીની સજા થશે. અનેક સંગઠનો દુષ્કર્મ કેસમાં ફાંસીની સજાની માગણી કરી રહ્યાં હતાં. જો કે સરકારે જાતીય સતામણી અને જાતીય શોષણની વ્યાખ્યા વિસ્તારી છે.

વટહુકમ શુક્રવારે જ રાષ્ટ્રપતિને મોકલી આપવામાં આવ્યો હતો. તેઓ શનિવારે તેના પર હસ્તાક્ષર કરે તેવી શક્યતા છે. એ પછી તે કાયદો બની જશે.જસ્ટિસ વર્મા સમિતિએ મહિલાઓ સંબંધિત અપરાધોને કાબૂમાં લાવવા કાયદામાં સુધારાની ભલામણ કરી હતી. વર્મા સમિતિએ ૨૯ દિવસમાં તેનો અહેવાલ તૈયાર કરી ૨૩ જાન્યુઆરીએ સરકારને સોંપ્યો હતો.

કેન્દ્રે આ ભલામણોને આધારે વટહુકમ લાવવાનો નિર્ણય કર્યો છે. હાલના કાયદામાં દુષ્કર્મ બદલ મહત્તમ સાત વર્ષની જેલની સજાની જોગવાઈ છે. વડાપ્રધાન મનમોહનસિંઘના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં વર્મા સમિતિની બાકીની ભલામણો પર વિચારણા કરવામાં આવી ન હતી.

- હત્યાની સ્થિતિમાં ફાંસની સજા અત્યારે પણ છે

હત્યાના મામલામાં પહેલેથી જ ફાંસીની સજાની જોગવાઇને સરકારે દુષ્કર્મ સાથે જોડીને વટહુકમ બનાવી દીધો છે. રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલા આ વટહુકમમાં જણાવવામાં આવ્યું છે કે, દુષ્કર્મના આરોપીને આ સજા ત્યારે જ આપવામાં આવે જ્યારે દુષ્કર્મ પીડિતનું મૃત્યુ થયું હોય અને જ્યારે કેસ રેરેસ્ટ ઓફ રેરેસ્ટ જણાય. જો કે, આ વ્યવસ્થા અત્યારે પણ છે. ૨૨ વર્ષ જુના એવા જ એક કેસના અપરાધી ધનંજય ચેટરજીને ૨૦૦૪માં ફાંસી આપી દેવામાં આવી છે.

- વટહુકમ લાવવાનો અર્થ

- સંસદસત્ર શરૂ થવાના ૨૦ દિવસ પહેલા વટહુકમનો નિર્ણય. જેથી સરકારની ગંભીરતા જાહેર થાય.
- વર્મા સમિતિનો રિપોર્ટ મળવાના નવ દિવસમાં ભલામણો સ્વીકારીને સરકારે સતર્કતા દર્શાવી.
- જેથી બજેટ સત્ર દરમિયાન સરકારને ઘેરવાની વપિક્ષને તક ન મળે.

-ક્યા ગુનાની કેટલી સજા

અપરાધ : દુષ્કર્મ કરવા બદલ
સજા : ૨૦ વર્ષથી આજીવન કેદ સુધી
અપરાધ : એસિડ ફેંકવા બદલ, સજા : ૧૦ વર્ષથી આજીવન કેદ સુધી
અપરાધ : બળજબરી સાથે છેડતી, સજા : બે વર્ષથી પાંચ વર્ષની કેદ
અપરાધ : અશ્લીલ ઇશારા બદલ, સજા : એકથી ત્રણ વર્ષની કેદ

- જાતીય અપરાધની પરિભાષા વિસ્તારાઈ

નવા કાયદામાં મહિલાઓનાં કપડાં ઉતારવાં, બૂરી નજરે જોવું, પીછો કરવો અને માનવ તસ્કરી જેવા અપરાધોને પણ જાતીય અપરાધની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે.

- હવે શું ?

- છ મહિનામાં વટહુકમ પર સંસદની મંજુરીજરૂરી.
- વિપક્ષ-સાથી પક્ષોમાં સંમત્તિ સાધવી પડશે.