હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશ 'HAJ'માં BJP ભાગલા પાડીને રમે છે રાજકિય રમત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: પૂર્વ નાણાપ્રધાન અને કોંગ્રેસ લીડર પી. ચિદમ્બરમે સોમવારે બીજેપી ઉપર પ્રહાર કરતા એક ટ્વિટ કરીને કહ્યું છે કે, બીજેપી પાસ લીડર હાર્દિક પટેલ, ઓબીસી લીડર અલ્પેશ ઠાકોર અને Sc/ST લીડર જિગ્નેશ મેવાણીને 'HAJ'માં ભાગલા પાડીને રાજકારણ રમી રહ્યું છે. નોંધનીય છે કે, પી ચીદમ્બરમે 'RAM' VS 'HAJ'ના પોસ્ટર વોર પછી આ ટ્વિટ કરી હતી. આ પોસ્ટરને ધર્મ સાથે જોડીને RAM તરીકે રૂપાણી, અમિત શાહ અને મોદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે HAJ  તરીકે હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 

બીજુ શું કહ્યું પી. ચીદમ્બરમે ટ્વિટમાં

 

હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી ગુજરાતની ધરતીના છોકરાઓ છે. તેઓ ગુજરાતના યુવા વર્ગ માટે નોકરી અને વિકાસ માંગી રહ્યા છે. તેમની ઝુંબેશને તુચ્છ ન ગણવી જોઈએ.

 

શું છે RAM VS HAJ પોસ્ટર વોર?

 

પી. ચિદમ્બરમે આ કોમેન્ટ સોશિયલ મીડિયા ઉપર રામ VS હજનું પોસ્ટર વાયરલ થયા પછી કરી હતી. આ પોસ્ટરમાં એક બાજુ RAM એટલે કે રુપાણી, અમિત શાહ અને મોદી એમ દર્શાવવામાં આવ્યું છે. જ્યારે બીજી બાજુ HAJ એટલે કે હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશ દર્શાવવામાં આવ્યા છે. અને આ પોસ્ટર ઉપર લખ્યું છે.. રામ કે હજ.. પસંદગી તમારી. માનવામાં આવે છે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આરએસએસ દ્વારા આ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આમ, આ બંને શબ્દોને રાજકીય પક્ષ સાથે જોડવામાં આવ્યા હતા.

 

ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી

 

પટેલ, ઠાકોર અને મેવાણી કોંગ્રેસ સાથે જોડાઈ ચૂક્યા છે. નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી બીજેપીનું શાસન ચાલી રહ્યું છે. ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. 9 ડિસેમ્બરે પહેલાં તબક્કાનું મતદાન થશે જ્યારે 14 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. 18 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામ આવશે.

 

આગળની સ્લાઈડમાં જુઓ સંબંધિત તસવીરો

અન્ય સમાચારો પણ છે...