તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવું હશે દેશનું પ્રથમ મોડલ રેલવે સ્ટેશન, મળશે એરપોર્ટ જેવી સુવિધાઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભોપાલઃ મધ્યપ્રદેશના પાટનગર અને લેક સિટી ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવા રેલવે મંત્રી અને એક પ્રાઈવેટ ગ્રુપે કરાર કર્યા છે. હબીબગંજ રેલવે સ્ટેશન ભારતનું પ્રથમ હાઈટેક રેલવે સ્ટેશન હશે જે એરપોર્ટના મોડેલ પર આધારિત હશે. અહીં લોકોને એકસાથે ઘણી સુવિધાઓનો લાભ મળશે. આ સ્ટેશન આઈઆરડીસીના અંદર આવતા 8 મોડલ સ્ટેશનમાં સામેલ છે.
 
450 કરોડ રૂપિયાના થશે ખર્ચ, મળશે આ સુવિધાઓ.....

- આ પ્રોજેક્ટમાં અંદાજે 450 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. જેમાંથી 100 કરોડ રૂપિયા તો માત્ર પ્લેટફોર્મ સંબંધિત કામોમાં ખર્ચ થશે.
- સ્ટેશનને ડેવલ્પ કરવા માટે કોમર્શિયલ સ્પેસને 45 વર્ષ માટે લીઝ પર લેવામાં આવી છે. મોડલ સ્ટેશન બન્યા બાદ થનારી આવકથી રેલવેને સારો ફાયદો મળવાની આશા છે.
- આ મોડલ સ્ટેશન પર વીજળી માટે સોલર એનર્જીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. 
- રેલવે સ્ટેશન પર પાર્કિંગથી લઈ ફૂટકોર્ડ, 6 લિફ્ટ અને 11 એસ્કેલેટર સહિતની સુવિધાઓ હશે.
- આ ઉપરાંત લોકોને ચાલવા માટે 2 સબ-વે બનાવવામાં આવશે. પાર્સલ લાવવા લઈ જવા માટે 1 કોરિડોર બનાવવામાં આવશે.
- આ સ્ટેશનને કોઈપણ ઘટના સમયે 4-5 મિનિટમાં ખાલી કરાવવામાં આવશે અને આગ લાગવા પર માત્ર 6 મિનિટમાં જ તમામ મુસાફરોને બહાર કાઢી લેવાશે.
- અહીં શોપિંગ માટે દુકાનો, ફૂડકોર્ટ અને હોસ્પિટલ સહિતની ઘણી સુવિધાઓ મળવાને કારણે તેને દેશના પ્રથમ મોડલ સ્ટેશનનો દરજ્જો આપવામાં આવ્યો છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ મોડલ સ્ટેશનની પ્રસ્તાવિત ડિઝાઈન..................)
અન્ય સમાચારો પણ છે...