તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માતમાં પત્નીનું મોત, 'ઊભી થા, મુન્નો ભૂખ્યો છે' -લાશ પાસે બેસેલા પતિનો આક્રંદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્વાલિયરઃ બાઈક પર બાળક સાથે જતા એક દંપતિને પૂરપાટ ઝડપે આવતી બસે ઝપેટમાં લઈ લીધા હતા. આ ટક્કરમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, પરંતુ તેનો પતિ અને બાળકને સહેજ પણ વાગ્યું નથી. પત્નીનાં મોતથી દુઃખી પતિએ મૃતદેહ પાસે ધ્રુંસકેને ધ્રુંસકે રડવા લાગ્યો હતો. તે રડતા-રડતા એક જ વાત કહી રહ્યો હતો કે, ઉઠીજા... હવે મુન્નાને દૂધ કોણ પીવડાવશે... તે ભૂખ્યો છે.
પોલીસે હટાવ્યો ટ્રાફિકજામ...

- આ અકસ્માત મુરાર નદીના બ્રીજ પર થયો હતો. મુરારના રિસાલા બજારમાં રહેતા કમલ શાક્ય તેની પત્ની મંજૂ અને બાળક સારાંશ(મુન્ના) સાથે ઠાઠીપુર જઈ રહ્યા હતા.
- તે મુરાર નદીના પુલ પર પહોંચ્યા તે દરમિયાન પાછળથી આવતી એક બસે બાઈકને ટક્કર મારી દીધી હતી. ટક્કરથી ત્રણેય પડી ગયા હતા.
- બસે મંજૂને કચડી હતી અને આગળ જતી હતી, પરંતુ લોકોએ તાત્કાલિક બસ રોકાવી દીધી. આ દરમિયાન ઈજાગ્રસ્ત મંજૂએ ત્યાંજ જીવ ગુમાવી દીધો હતો.
પિતા અને પુત્રને સહેજ પણ ન વાગ્યું

- લોકોએ તાત્કાલિક બાળક સારાંશ અને પિતાને ઉઠાવ્યા. બન્ને શરીર પર સહેજ પણ વાગ્યું નહોતું, પરંતુ પત્નીના મોતથી કમલ દુઃખી થયો હતો.
- તેણે પત્નીનું માથું ઉઠાવ્યું અને જોરજોરથી રડવા લાગ્યો હતો. લોકોએ તેના મૃતદેહ પાસેથી લઈ જવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ તે ત્યાંથી ખસ્યો નહોતો.
રોષે ભરાયેલા લોકોએ કર્યો જામ

- અકસ્માતથી ગુસ્સે ભરાયેલા લોકોએ રોડ અને પુલ જામ કરી દીધો હતો. ચક્કાજામના સમાચાર મળતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
- પોલીસે લોકોને સજાવ્યા અને પછી રોડ પરથી જામ હટાવ્યો હતો. ત્યારબાદ બસને કબ્જે કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા અને ડ્રાઈવરની ધરપકડ કરી હતી.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, આ અકસ્માતની વધુ તસવીરો...