મેં નહી મારા હાથોએ ટ્વિટ કર્યું: સહેવાગ અને હુડ્ડા પર ગુરમહેરનો વ્યંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: ABVP વિરુદ્ધ કેમ્પેઇન છેડીને લાઇમલાઇટમાં આવેલી ગુરમહેર કૌરે ટ્વિટ કરીને વીરેન્દ્ર સહેવાગ અને એક્ટર રણદીપ હુડ્ડા પર વ્યંગ કર્યો છે. પાછલા દિવસોમાં બંનેએ ડીયુ વિવાદમાં શહીદની દીકરીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી હતી. ગુરુવારે ગુરમહેરે હુડ્ડાની એક ખબરને રિટ્વિટ કરતા લખ્યું કે, મેં ટ્વિટ નથી કર્યું, મારા હાથોએ કર્યું છે. આ બાબતે હુડ્ડાએ ગુરમહેર પર કરેલા તેના ટ્વિટ પર સ્પષ્ટતા કરી છે.
 
શું છે આખો વિવાદ
 
- ડીયુ વિવાદ દરમિયાન ગુરમહેરનો એક જૂનો વીડિયો વાયરલ થયો, જેમાં તેણે કહેલું કે તેના પિતાને પાકિસ્કતાને નહી પણ યુદ્ધે માર્યા છે.
- તેના પર સહેવાગે વ્યંગ કરતા લખ્યું હતું કે , ‘રન મેં નહી મારા બેટે બનાવ્યા હતા.’ આ ટ્વિટને પછીથી હુડ્ડાએ રિટ્વિટ કર્યું હતું.
- ગુરમહેર લેડી શ્રીરામ કોલેજમાં ઇંગ્લિશ લિટરેચરની સ્ટુડન્ટ છે. તેના પિતા કારગિલ યુદ્ધ દરમિયાન શહીદ થયા હતા.
 
એક્ટરે શું સ્પષ્ટતા કરી?
 
- બુધવારે એક ટીવી શૉમાં હુડ્ડાએ કહ્યું, “મારે ગુરમહેર સાથે જોડાયેલા મારા ટ્વિટમાં સાવધાની રાખવી જોઇતી હતી. આ જેન્ડર સેન્ટ્રિક ન હતું. હું પર્સનલ વિચારો પર રાજનીતિ કરવાના વિરોધમાં હતો અને છું. દેશમાં સ્ત્રીઓને લઇને જે માહોલ છે તે જોતા મને લાગે ચે કે મારે વધુ સતર્ક રહેવું જોઇતું હતું.”
- “એક એક્ટર તરીકે તેઓ હંમેશાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગના શિકાર થાય છે, પરંતુ, ગુરમહેર માટે આ દુઃખદ રહ્યું હશે. આવું નહોતું થવું જોઇતું. જ્યારે મેં ટ્વિટ કર્યું ત્યારે મને ખબર ન હતી કે છોકરીને કોઇ પ્રકારની ધમકી મળી છે. લોકોએ ટ્વિટનો ખોટો અર્થ કાઢ્યો અને મારી પાછળ પડી ગયા.”
 
DU માં વિવાદ કેવી રીતે અને ક્યારે શરૂ થયો?  તેમાં ગુરમહેરની એન્ટ્રી કેવી રીતે થઇ?
 
- દિલ્હીના રામજસ કોલેજમાં એક સેમિનાર થવાનો હતો, જેમાં જેએનયુના સ્ટુડન્ટ લીડર ઉમર ખાલિદ અને શહલા રાશિદને આમંત્રિત કરવામાં આવ્યા હતા. ABVP એ તેનો વિરોધ કર્યો કેમકે ખાલિદ પર જેએનયુમાં દેશવિરોધી સૂત્રોચ્ચાર કરવાનો આરોપ છે.
- ત્યારબાદ AISA અને ABVP ના સપોર્ટર્સ વચ્ચે ભારે હિંસા થઇ. કોલેજ એડમિનિસ્ટ્રેશનને સેમિનાર કેન્સલ કરવો પડ્યો.
- તેમાં ગુરમહેરની એન્ટ્રી ત્યારે થઇ જ્યારે તેણે  ફેસબુક પર 22 ફેબ્રુઆરીએ પ્રોફાઇલ પિક્ચર બદલીને એક નવો ફોટો લગાવ્યો અને ‘સેવ ડીયુ કેમ્પેઇન’ શરૂ કર્યું.
- તેમાં તે એક તખ્તી પકડીને ઊભેલી દેખાય છે. #StudentsAgainstABCP હેશટેગ સાથે લખ્યું છે, “હું દિલ્હી યુનિવર્સિટીમાં ભણું છું. ABVP થી નથી ડરતી. હું એકલી નથી. ભારતનો દરેક વિદ્યાર્થી મારી સાથે છે.”
 
 
ABVP ના વિરુદ્ધ નહી પરંતુ PAK વિશે ગુરમહેરનું કયું પોસ્ટર વાયરલ થયું?
 
- ગયા વર્ષે 28 એપ્રિલે ગુરમહેર કૌરે સોશિયલ મીડિયા પર ચાર મિનિટનો એક વીડિયો અપલોડ કર્યો હતો. તેમાં તેમણે એક-એક કરીને 36 પોસ્ટર બતાવેલા જેમાંનું પોસ્ટર નં. 13 વાયરલ થઇ ગયેલું. જેમાં લખ્યું હતું, મારા પિતાને પાકિસ્તાને નહી પણ યુદ્ધે માર્યા છે.
- પછીથી ગુરમહેરે એવો આરોપ પણ લગાવ્યો  કે તેમને એબીવીપી તરફથી રેપની ધમકીઓ મળી રહી છે.
 
ગુરમહેરે કેમ્પેઇન કેમ છોડ્યું?
 
- વિવાદ વધી જતામ ગુરમહેરને સોશિયલ મીડિયા પર રેપની ધમકીઓ મળવા લાગી. ફરિયાદ વુમન કમિશન સુધી પહોંચી. પોલીસે આ મામલામાં એફઆઇઆર નોંધાવી. સાથે તેમને સંપૂર્ણ સુરક્ષા આપવાનો વિશ્વાસ અપાવ્યો.
 
અન્ય સમાચારો પણ છે...