• Gujarati News
  • Guest Article By Forme President APJ Abdul Kalam In Aha Jindagi

અબ્દુલ કલામના શબ્દોમાં તેમની રાષ્ટ્રપતિ સુધીની કમાલનીયાત્રા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિસાઇલ મેન તરીકે જાણીતા ભારતના 11માં રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું આજે સાંજે 7 વાગ્યે શિલોંગ ખાતે નિધન થયું છે, તેઓ જ્યારે શિલોંગમાં આઇઆઇએમમાં લેક્ચર આપી રહ્યાં હતા ત્યારે અચાનક ઢળી પડ્યાં હતા, ત્યારે તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું હતું, બાદમાં એવા સમાચાર આવ્યા હતા કે તેઓનું નિધન થયું ગયું છે. અબ્દુલ કલામના નિધનથી દેશમાં શોકની લાગણી ફેલાઇ છે. અહીં અબ્દુલ કલામ દ્વારા ‘આહા જિંદગી’માં એક સમયે અથિતિ તરીકે લખેલા અબ્દુલ કલામની રાષ્ટ્રપતિ સુધીની કમાલનીયાત્રા લેખના અંશો પ્રસ્તૃત કરી રહ્યાં છીએ.


અખબારો ભેગાં કરી હું એ ઘરે ઘરે પહોંચાડતો. બદલામાં મને કમિશન મળતું. છાપાંનું કામ પતાવી ઘરે પહોંચતો ત્યારે માના હાથનો નાસ્તો તૈયાર મળતો.

હું ભણતો હતો એ દિવસોમાં કેરોસીનના ફાનસનો ઉપયોગ થતો હતો. કેરોસીન પૈસા આપી ખરીદવું પડતું. એટલે ઘરમાં ફાનસ માત્ર સાંજે સાતથી નવ જ સળગાવવામાં આવતું.
દરેક માણસમાં કોઈ ને કોઈ અનોખી વાત જરૂર હોય છે. એને બહાર ખેંચી લાવવાની જરૂર હોય છે. દરેક માણસે બીજામાં રહેલા અવગુણોને અવગણીને એની ખૂબીમાંથી કશુંક શીખવું જોઈએ.
જો તમારા પિતા ભ્રષ્ટાચારથી પૈસા કમાતા હોય તો એમને સવાલોના કઠેરામાં ઊભા કરો. વિશ્વાસ રાખજો કે ખોટાં કામ અંગે સંતાનો જ મા-બાપને સવાલો પૂછવા લાગશે તો તેઓ એના જવાબ નહીં આપી શકે.

વાતચીતની શરૂઆત તમારા બાળપણથી કરીએ?
જરૂર. હું મઘ્યમવર્ગના કુટુંબમાંથી આવું છું. મારો જન્મ તામિલનાડુના રામેશ્વરમ્ કસબામાં એક વિશાળ સંયુક્ત પરિવારમાં થયેલો. પાંચ દીકરા અને પાંચ દીકરીવાળો મોટો પરિવાર. એમાંનાં ત્રણ પાછાં બાલબચ્ચાંવાળાં હતાં. વિચારો કે કેટલું મોટું હશે અમારું કુટુંબ! પરંતુ બધાં સંપીને એક છાપરા નીચે રહેતાં હતાં. મારી માતા અને દાદીએ ઘરને બહુ સારી રીતે સંભાળેલું. આજે પણ મારા કુટુંબના લોકો એકસાથે હળીમળીને રહે છે. મને ઘરના લોકોનો હંમેશાં અઢળક પ્રેમ મળ્યો. કારણ એ હતું કે હું સૌથી નાનો દીકરો હતો.
મારું વિદ્યાર્થીજીવન ખૂબ સંઘર્ષભર્યું હતું. ભણવા માટે મેં ખૂબ મહેનત કરેલી. પ્રાથમિક શાળામાં હતો ત્યારે મળસ્કે ચાર વાગે ઊઠી જતો. સૌથી પહેલા સ્નાન કરતો અને ગણિતના ટ્યુશન માટે નીકળી જતો. મને સ્વામી અય્યર સર ગણિત શીખવતા હતા. વર્ષમાં તેઓ માત્ર પાંચ જ વિદ્યાર્થીને મફતમાં ભણાવતા. એમાં શરત એટલી જ કે વિદ્યાર્થીએ સ્નાન કર્યા વગર ભણવા નહીં જવાનું. એટલે સવારે ગણિતના ટ્યુશન માટે જતાં પહેલાં સ્નાન કરી લેવું ખૂબ જ જરૂરી બની રહેતું.
વહેલી સવારે સાડા પાંચે ટ્યુશન પરથી પાછો આવી પિતાજી સાથે નમાજ પઢવા જતો. નમાજ પઢ્યા પછી ઘરથી આશરે ત્રણ કિલોમીટર દૂર અખબારો ભેગાં કરવા જવાનું રહેતું. અખબારો ભેગા કરી હું ઘરે ઘરે પહોંચાડતો. એના બદલામાં મને કમિશન મળતું. છાપાંનું કામ પતાવી ઘરે પહોંચતો ત્યારે માના હાથનો નાસ્તો તૈયાર મળતો.
ઘરના બાકી સભ્યોની સરખામણીમાં મને નાસ્તો થોડો વધુ મળતો. એનું પહેલું કારણ એ કે હું ભણતો હતો અને બીજું, અખબારો વહેચીને ઘરમાં થોડીક આર્થિક મદદ પણ કરતો હતો. પ્રાથમિક શાળામાં હતો ત્યારે ડરતો હતો કે માઘ્યમિક શાળામાં જઈ શકીશ ખરો? શહેરના છોકરાઓ મને એમની વચ્ચે જગા આપશે? જોકે, શિક્ષકોના આશીર્વાદ અને પરિવારના પ્રોત્સાહનને પરિણામે બધી મુશ્કેલીઓ પોતાની મેળે જ દૂર થતી ગઈ.

આગળની સ્લાઇડ્સમાં વાંચોઃ તમારા વ્યક્તિત્વના ઘડતરમાં કયા લોકોનું મહત્વનું યોગદાન છે?, સપનાં જોવાં એ કેટલું જરૂરી છે?, બાળકના વ્યક્તિત્વનાં ઘડતર માટે શું જરૂરી છે?

અતિથિ , એ. પી. જે. અબ્દુલ કલામ