દિલ્લી: GST 1 લાખથી વધારે નોકરીઓ, ખરીદવેચાણમાં વેગ આવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: નિષ્ણાંતોના મતે જીએસટીના આગમને કારણે દેશમાં મોટી સંખ્યામાં નવી નોકરીઓ સર્જાશે. ટેક્સેશન, અકાઉન્ટિંગ અને ડેટા એનાલિસિસ જેવા ક્ષેત્રે એક લાખ જેટલી નવી નોકરીઓની તક પેદા થશે એમ નિષ્ણાંતોનું માનવું છે. તેમના જણાવ્યા પ્રમાણે જીએસટીના કારણે ઔપચારિક જૉબ સેક્ટરમાં વર્ષે 10થી 13 ટકા જેટલો ગ્રોથ નોંધાશે. ઓટોમોબાઇલ, લોજિસ્ટીક્સ, હોમ ડેકોર, ઇકોમર્સ, મીડિયા એન્ટરટેઇનમેન્ટ, સીમેન્ટ, આઇટી, બેન્કિંગ-ફાયનાન્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ અન ટેલિકોમમાં તત્કાળ નવા માણસોની જરૂર પડશે.  

ઇન્ડિયન સ્ટાફિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ ઋતુપર્ણ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે જીએસટીના લીધે ચીજવસ્તુઓના ખરીદવેચાણમાં વેગ આવશે. કેશ ફ્લો સરળ હશે તો જ કંપનીઓનો નફો વધશે. આ સાથે કમ્પ્લાયન્સમાં પારદર્શિતા પણ જરૂરી રહેશે. તેનાથી કંપનીઓ માટે અસંગઠિત ક્ષેત્રોમાં ટકી રહેવાનું આકર્ષણ ઓછું થશે. એટલે કે સંગઠિત ક્ષેત્રનો વ્યાપ વધશે. આ સેક્ટરમાં 10-13 ટકાના દરે નોકરીઓમાં વધારો થશે.

CBECનું નામ બદલાશે
હાલ પરોક્ષ વેરાની સર્વોચ્ચ સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઑફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ (સીબીઇસી)નું નામ જીએસટી લાગૂ થતા બદલાઈને સીબીઆઇસી (સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સેસ એન્ડ કસ્ટમ્સ) થઈ જશે. જો કે તેમાં થોડો સમય લાગશે.
અન્ય સમાચારો પણ છે...