GST લાગુ થવાને કલાકો બાકી, GST નર્વ સેન્ટર કઈ રીતે કાર્ય કરે છે?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરને બાદ કરતાં સમગ્ર દેશમાં આજ મધરાતથી GST લાગુ થઈ જશે. ત્યારે જીએસટીના હેડક્વાર્ટર કે GSTN (GOODS AND SERVICE TAX NERVE)માં શાંતિ જોવા મળી રહી છે તેવી ભ્રામક વાતો ઉડી રહી છે. જોકે, હકીકત જુદી જ છે. દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટની બાજુમાં આવેલા વર્લ્ડ માર્ક નામના કાર્યાલયમાં કેટલાંક આઈટી અને ટેક્સ બાબતના નિષ્ણાંતો ઓવરટાઈમ કરીને પણ GSTને વધુ સરળ અને સહજ રીતે લાગુ થઈ જાય તે માટેની મહેનત કરી રહ્યાં છે.
 
GSTNનું કાર્ય
 
- GSTNનું સૌથી મોટું લક્ષ્યાંક છે બિન નફાકારક કંપની કે જે અપ્રત્યક્ષ કરના પ્રબંધન અને એક એકત્ર કરવા માટે સ્થાપવામાં આવે છે.
- જે વેપારીઓ અને બિઝનેસ મેનને GST પ્લેટફોર્મમાં સ્થળાંતરિત કરી શકે.
 
30 મિનિટથી ઓછા સમયમાં રજીસ્ટ્રેશન
 
- આઠ લાખ હાલના કરદાતાઓમાંથી 6.6 લાખ કરદાતાઓ GSTમાં રૂપાંતરિત થઈ ગયા છે. અને લગભગ 1.7 લાખ નવી અરજીઓ GST માટે આવી ગઈ છે.
- અધિકારીઓના દાવા મુજબ ઓનલાઈન રજીસ્ટ્રેશન 30 મિનિટથી ઓછા સમયગાળામાં થઈ જશે. પરંતુ કોઈ પાસે કોમ્પ્યુટર ન હોય તો શું ? જે બાબત અનેક નાના વેપારીઓ માટે એક ચિંતાનો વિષય બની ગયો છે.
- ત્યારે આ અંગે સેકશન હેડ પ્રવિણ કુમાર કે જેઓ GST પ્લેટફોર્મ રજીસ્ટર કરાવવામાં મદદ કરે છે તેને કહ્યું કે, “ જો તમારી પાસે ફોન છે અને તેમાં વ્હોટ્સએપ ચાલી શકે છે તો તમે અમારી એપ્લિકેશનની રજીસ્ટર પણ કરાવી શકો છે. ”
- પ્રવિણ કુમાર બિહાર સરકારના ટેક્સ અધિકારી છે, કે જેઓ છેલ્લાં બે વર્ષથી દિલ્હી ડેપ્યુટેશન પર છે. અને ઓનલાઈન ટેક્સ ફાયલિંગ સિસ્ટમમાં મદદ કરી છે. પરંતુ આ સંસ્થા ઓફલાઈન હોવા છતાં કરદાતાઓને મદદ મળી રહે તે પ્રકારની સિસ્ટમ લાવવા માગે છે.
- GST નેટવર્ક સાથે જોડાયેલાં આઈટી પ્રોફેશનલ આશુતોષ રંજને કહ્યું કે, “ અમે એક ટૂલ વિકસિત કર્યું છે કે જેની મદદથી ઓફલાઈન કામ કરી શકાય છ અને કનેક્ટિવિટીની સાથે અપલોડ કરી શકાય છે.”
અન્ય સમાચારો પણ છે...