તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇસરોના રોકેટ GSLV માર્ક-3 એ લોન્ચના 2 દિવસ પછી મોકલી ‘સેલ્ફી’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: ભારતીય સ્પેસ એજન્સી ઇસરોના બાહુબલિ રોકેટ GSLV માર્ક 3 એ તેના સફળતાપૂર્વકના લોન્ચના 2 દિવસ પછી કેટલાંક ‘સેલ્ફી’ મોકલ્યાં છે. સ્પેસમાં પ્રસ્થાપિત થયા પછી 640 ટનના આ રોકેટે તેના પોતાના ફોટા પાડ્યા હતા. આ રોકેટનું વજન 200 હાથીઓ જેટલું છે.
 
સોમવારે ઉડ્ડયન પહેલા પણ લીધી હતી સેલ્ફી
 
- GSLV માર્ક 3એ સોમવારે તેના ઉડ્ડયન પહેલા પણ સેલ્ફી લીધી હતી. આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર એક ઇન્ફ્રા રેડ વ્યુ છે.
- આ તસવીર દર્શાવે છે કે રોકેટ જ્યારે ટેક ઓફ કરી રહ્યું છે ત્યારે 200 ટનના જાયન્ટ બૂસ્ટર્સ પ્રજ્વલિત થઇ રહ્યાં છે અને પૃથ્વી તરફ પડી રહ્યાં છે. તે પછી આ રોકેટે GSAT સેટેલાઇટને ઓર્બિટમાં સ્થાપિત કરતી તસવીર મોકલી હતી.
 
ઇસરોના PSLV રોકેટે પણ મોકલી હતી સેલ્ફી
 
- ફેબ્રુઆરીમાં ઇસરોના PSLV રોકેટ જે પોતાની સાથે રેકોર્ડ 104 સેટેલાઇટ્સને સ્પેસમાં લઇ ગયું હતું, તેણે પણ એક સેલ્ફી મોકલી હતી. આ સેલ્ફી રોકેટમાં ફિટ કરવામાં આવેલા હાઇ રિઝોલ્યુશન કેમેરા દ્વારા લેવામાં આવી હતી.   
- યુએસની સ્પેસ એજન્સી નાસાનું ક્યુરિયોસિટી રોવર, જે હાલ મંગળ ગ્રહની ધરતીને એક્સપ્લોર કરી રહ્યું છે અને જેન ટ્વીટર પર મોટી માત્રામાં ફોલો કરવામાં આવે છે, તેને પણ સેલ્ફી લેવાનો શોખ છે.
- ક્યુરિયોસિટી વારંવાર તેની મંગળગ્રહની યાત્રાની અપડેટ્સ મોકલતું રહે છે, જેમાં ફોટોગ્રાફ્સની સાથે રસપ્રદ વીડિયો પણ હોય છે.
 
ઇસરોના પહેલા 3 રોકેટ લોન્ચ નિષ્ફળ રહ્યા હતા
 
- સોમવારે થયેલા GSLV માર્ક 3ના સફળ લોન્ચે ઇસરોની ચિંતાઓને દૂર કરી છે, જે શરૂઆતના સેટેલાઇટ વેહિકલ્સના નિષ્ફળ લોન્ચને કારણે ઉદ્ભવી હતી.
- ઇસરોના પહેલા 3 લોન્ચ જે અનુક્રમે વર્ષ 1979, 1993 અને 2001માં કરવામાં આવ્યા હતા, તે નિષ્ફળ નીવડ્યાં હતાં. GSLVના કેસમાં, આગળની 11 લોન્ચમાંથી માત્ર 5 જ લોન્ચ સફળ રહ્યાં હતાં.
- આ વખતે ઇસરોનું રોકેટ 3 ટનની કોમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-19 ને સફળતાપૂર્વક સ્પેસમાં લઇ ગયું અને તેને ઓર્બિટમાં સ્થાપિત કરી.
- આ રોકેટને ડેવલપ કરવામાં 15 વર્ષ લાગ્યા છે અને તેમાં રૂ.300 કરોડનો ખર્ચ થયો છે. આ રોકેટ એક દિવસ એસ્ટ્રોનોટ્સને અવકાશમાં લઇ જશે એવી અપેક્ષાઓ છે. 
અન્ય સમાચારો પણ છે...