તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેકઓફ પહેલાં રનવે પર મોડલ્સના સ્ટંટ, DGCA આપ્યાં તપાસના આદેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ રનવે પર 9 મોડલ્સ દ્વારા કરવામાં આવેલા સ્ટંટનો વીડિયો હાલ ભારે ચર્ચાંમાં છે. જીવ જોખમમાં નાંખીને શૂટ કરવામાં આવેલો આ વીડિયો વાયરલ થયાં બાદ એવિએશન રેગ્યૂલેટરી ઓથોરિટીએ તપાસના આદેશ આપ્યાં છે. DGCAના એક અધિકારીએ જણાવ્યું કે, “ અમને ગુરૂવારે રાત્રે સ્ટંટનો વીડિયો મળ્યો. આ પ્લેનના ટેકઓફ પહેલાંની બેદરકારી અને એવિએશન સિક્યોરિટી નિયમોને ભંગ કરવાનો મામલો છે. પ્રાઈવેટ પ્લેન અને મોડલ્સ વિરૂદ્ધ તપાસ શરૂ થઈ ગઈ છે.”
 
જયપુરમાં શૂટ થયો આ વીડિયો
 
- DGCAના જણાવ્યા મુજબ મોડલ્સની પૂછપરછ અને તપાસ પૂર્ણ થયા બાદ જ ખ્યાલ આવશે કે વીડિયોને કયાં અને કયારે શૂટ કરવામાં આવ્યો છે.
- મીડિયો રિપોર્ટસ મુજબ આ વીડિયો રાજસ્થાનના જયપુરમાં શૂટ કરાયો છે. પ્લેન મુંબઈની એક પ્રાઈવેટ કંપનીનો હોવાનું કહેવામાં આવે છે.
 
વીડિયોમાં શું છે ?
 
- સ્પષ્ટ જોઈ શકાય છે કે 9 મોડલ્સ રનવે પર ઊભી છે અને એક 9 સીટર VT-SAI ટર્બોપ્રોપ પ્લેન તેની એકદમ પાછળ ટેકઓફ થાય છે.
- થોડા સમય બાદ પ્લેન હવામાં મોડલ્સની ઠીક ઉપર હોય છે. આ દરમિયાન કેટલીક મોડલ ડરના કારણે નીચે પર ઝુકી જાય છે.
- વીડિયોમાં એક મોડલ એવું કહેતા પણ સંભળાય છે કે, “ આપણે પ્રાઈવેટ રનવે પર છીએ. અહીં એક પ્રાઈવેટ પ્લેન અમારી રાહ જોઈ રહ્યું છે.”
- બીજી મોડલ કહે છે કે, “ મેં અત્યારસુધી અનેક ખતરાઓનો સામનો કર્યો છે, તેમાં આ ટોપ પર છે.”
- એવિએશન સૂત્રોના જણાવ્યા મુજબ આવી હાલતમાં તે વાતથી ઈન્કાર ન કરવામાં આવી શકે કે નાની એવી ભૂલથી મોટી દૂર્ઘટના સર્જાઈ હોત અને મોડલ્સના જીવ પણ જોખમમાં મૂકાયાં હોત.
અન્ય સમાચારો પણ છે...