તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરણિતાએ લગ્નના બીજા દિવસે પતિને કહ્યો-નપુંસક, યુવક મેડિકલ ટેસ્ટ માટે તૈયાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જબલપુરઃ નવપરણિત દુલ્હને લગ્નના બીજા જ દિવસે પતિને કિન્નર ગણાવી પોલીસ ફરિયાદ બાદ પિયર પહોંચી ગઈ હતી. દુલ્હન સાધના દ્વિવેદી અને વરરાજા અભિષેક તિવારીના એકબીજા પર આરોપ પ્રત્યારોપના કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે યુવકના પરિવારજનો એએસપી યાંગચેંગ ડોલકર ભૂટિયા પાસે પહોંચી ગયા હતા. યુવકના પરિવારે સાધના અને તેના પરિવાર પર બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ પીડિતાએ આરોપ લગાવ્યો કે, તેના પરિવારે દહેજમાં 20 લાખ રૂપિયા આપ્યા હતા અને લગ્નનો ખર્ચ પણ ઉપાડ્યો હતો. 
 
પત્નીએ ગણાવ્યો નપુંસક, પતિ મેડિકલ ટેસ્ટ માટે તૈયાર.....

- પોતાના પર નપુંસક હોવાનો આરોપ લાગ્યા બાદ અભિષેકે મેડિકલ ટેસ્ટ કરાવવાની તૈયારી દર્શાવી છે.
- આ સાથે જ અભિષેકે દહેજ માગવાના આરોપોને ફગાવતા કહ્યું કે, સાધનાનો પરિવાર આર્થિક રીતે એટલો સશક્ત નથી કે તે દહેજ આપી શકે. અમે તો વગર દહેજે જ લગ્ન કરાવ્યા હતા.
- યુવતીના પરિવારજનોએ આ મામલે વગર કારણે રાજકરણ રમવામાં આવતું હોવાનો આરોપ લગાવ્યો છે.
- યુવતીના પરિવારજનોએ કહ્યું કે, પોલીસ દ્વારા સરકારી હોસ્પિટલમાં અભિષેકની મર્દાનગીનો ટેસ્ટ કરાવવામાં આવે તો સત્ય સામે આવી જશે. તેના પરિવારજનો વગર કારણે કેસમાં નવા વળાંકો લાવી રહ્યાં છે.
 
આ છે સંપૂર્ણ મામલો.......

- દુલ્હન સાધના દ્વિવેદીએ આરોપ લગાવ્યો કે, પતિ અભિષેક તિવારી જે કિન્નર છે તેના પરિવારે આ વાત છુપાવી લગ્નનો ખર્ચ કરાવ્યો અને દહેજ પેટે 20 લાખ રૂપિયા લીધા.
- સુહાગરાતે આ વાત સામે આવી તો સાધનાએ પરિવારજનોને જાણ કરી, જે પછી રિસેપ્શન રદ કરવામાં આવ્યું.
- યુવતીના પરિવારજનો આ છેતરપિંડી કેમ કરવામાં આવી તે મામલે યુવકના પક્ષ સાથે ઝઘડ્યા હતા. યુવતીની ફરિયાદના આધારે પોલીસે આ કેસની તપાસ શરુ કરી છે.
- સાધનાના પરિવારે સગાઈના દિવસે 51 હજાર રોકડા, 16 હજારની વિંટી, 10 હજારના કપડા તથા હોટલમાં રહેવા-ખાવાનો ખર્ચ આપ્યો હતો.
- તે પછી તિલક સમારોહમાં યુવકના પરિવારે 15 લાખની માગ કરી હતી, જોકે યુવતીના પિતાએ માંડ 11 લાખ ભેગા કરી તેમને મનાવ્યા. આમાંથી ઘણી રકમ સંબંધીઓ પાસેથી લીધેલી હતી.
 
પોલ ખુલતા દુલ્હનને બંધક બનાવી......
 
- લગ્નની રાતે અભિષેક કિન્નર હોવાની પોલ ખુલતા જ સાધનાને માર મારવામાં આવ્યો હતો અને તેને રિસેપ્શન બાદ જ પિયર જવાની ધમકી આપવામાં આવી.
- રિસેપ્સન પહેલા દુલ્હનના પિયર જવા પર યુવકના પરિવારની બદનામી થશે તેવું સાધનાને કહ્યું હતું.
- સાધના પાસેથી તેનો મોબાઈલ પર લઈ લેવામાં આવ્યો હતો. જોકે તેને ફોન પાછો આપી દીધો હતો. મોબાઈલ પરત મળતા સાધનાએ પરિવારને ઘટનાની જાણ કરી હતી.
- સાધાનાએ જાણ કરતા તેના પિતા અને અન્ય સંબંધીઓ તેની સાસરીએ પહોંચ્યા અને તેને મુક્ત કરાવી હતી.
- પોલીસે જણાવ્યું કે, અભિષેક અને તેના પરિવાર વિરુદ્ધ છેતરપિંડીનો કેસ કરવા ઉપરાંત 20 લાખ રૂપિયા પરત અપાવવાની ફરિયાદ મામલે કાર્યવાહી ચાલી રહી છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.............................)