ગુરદાસપુર: પાક.થી એક દિવસ પહેલા જ આવ્યા હતા આતંકવાદી, આજે પણ થયો બ્લાસ્ટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પંજાબ હુમલાના આતંકી પાક.થી આવ્યા હતા
- ગુરુદાસપુરની સિવિલ લાઈન્સ આતંકવાદીના નિશાન પર હતી

ગુરુદાસપુર.નવી દિલ્હી: પંજાબના ગુરુદાસપુરમાં સોમવારે હુમલો કરનારા ત્રણ આતંકવાદીઓના નિશાન પર સિવિલ લાઇન્સ વિસ્તાર પણ હતો. ત્રણેયને પંજાબ પોલીસ અને સુરક્ષા દળોએ 12 કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં ત્રણેયને ઠાર મરાયા હતા.તેમની પાસેથી મળેલા જીપીએસ ઉપકરણોના આધારે તપાસકર્તાઓએ દાવો કર્યો હતો. રાવી નદીના રસ્તે ત્રણે આતંકવાદીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. રાવી નદી હિમાચલથી નીકળી જમ્મુ સરહદે થઇને માધોપુર (પંજાબ) પહોંચે છે.

ગુરુદાસપુરની આગળ પાકિસ્તાનમાં ચિનાબ નદીમાં મળતા પહેલા ત્રણ જગ્યાએ રાવી ભારત-પાક. સરહદમાં અંદર-બહાર થાય છે. તેનો પ્રવાહ તેજ છે. સુરક્ષાકર્મીઓનો દાવો છે કે આતંકવાદીઓએ ભારતમાં ઘૂસવા માટે નહેરનો ઉપયોગ કર્યો હતો. પછી બંને જીપીએસ ઉપકરણ ઓન કર્યા હતા. એક જીપીએસમાં ટ્રેકિંગ પોઇન્ટમાં તલવંડી પોઇન્ટ, પરમાનંદ ગામ અને દીનાનગર નોંધાયેલા હતા. બીજા પર ગુરુદાસપુર સિવિલ લાઇન્સ. તેનાથી સ્પષ્ટ છે કે તેઓ સિવિલ લાઇન્સ જવાનું વિચારી રહ્યા હતા.

દરમિયાન આતંકવાદીઓએ પોતાની ઓળખ છુપાવવા માટે શક્ય એટલા તમામ પ્રયાસો કર્યા હોવાનું સામે આવ્યું છે. તેમના આંતરવસ્ત્રો સુદ્ધાં પર બ્રાન્ડિંગ નથી. તેને પણ હટાવી દેવાયા હતા. તેમની પાસે ખાવાનો કોઇ સામાન નહતો. માત્ર થોડા ઘણા ડ્રાયફ્રૂટ્સ હતા.

શહીદ એસપીના પરિવારનો અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર

આતંકવાદી હુમલામાં શહીદ એસપી બલજીતસિંહના અંતિમ સંસ્કાર કરવાનો તેમના પરિવારજનોએ ઇનકાર કર્યો છે. તેમના અનુસાર જ્યાં સુધી બલજીતના દીકરાઓને એસપી રેન્ક અને દીકરીઓને મામલતદાર બનાવવાનો નિમણૂકપત્ર નહીં મળે ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરાય.

CCTVમાં આતંકી દેખાયા

બામિયાલથી ભારતમાં ઘૂસ્યા બાદ આતંકવાદીઓ 15 કિલોમીટર ચાલ્યા હતા. પછી તલવંડી-અમૃતસર રેલવે ટ્રેક પર પાંચ આઈઈડી ડિવાઇસ લગાવ્યા હતા. દીનાનગર વિસ્તારમાં તારાગઢ ચાર રસ્તા પર એક દુકાન બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં આતંકવાદીઓની ગતિવિધિઓ સહિતની તેમની તસવીરો કેદ થઇ હતી.
અન્ય સમાચારો પણ છે...