SCની ટકોર બાદ કેન્દ્રની સ્પષ્ટતા- આધાર વગર પણ મળશે યોજનાઓનો લાભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે વધુ એક વખત સ્પષ્ટ કર્યું હતું કે, આધાર કાર્ડના અભાવે કોઈપણ નાગરિકને સામાજિક યોજનાના લાભથી વંચિત રાખી નહીં શકાય. સાથે જ આ અંગે સાત જ્જોની બેન્ચ દ્વારા ભવિષ્યમાં વિસ્તારપૂર્વક સુનાવણીની વાત પણ કહેવામાં આવી હતી. મંગળવારે કેન્દ્રીય મંત્રી આર એસ પ્રસાદે સરકાર તરફથી સ્પષ્ટતા કરી હતી કે, કોઈ વ્યક્તિ પાસે આધાર કાર્ડ ન હોય તો રેશન કાર્ડ કે ડ્રાઈવીંગ લાયસન્સ જેવા ઓળખકાર્ડથી પણ યોજનાનો લાભ લઈ શકે છે.
 
ડ્રાઈવિંગ લાયસન્સ, રેશન કાર્ડ જેવા ઓળખના પૂરાવા પણ ચાલશે
 
- આર એસ પ્રસાદે કહ્યું કે, “સુપ્રીમના અતિ પછાત અને ગરીબ લોકોને ધ્યાને અનેક પહેલમાં આધાર એપ્લિકેશનના ઉપયોગને લઈ સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે.”
- “પરંતુ સ્પષ્ટ કરવા માગું છું કે આધાર હોવું ફરજીયાત નથી. જો કોઈ વ્યક્તિ પાસે આધાર ન હોય તો અન્ય ઓળખપત્ર જેમકે રેશન કાર્ડ અને ડ્રાઈવીંગ લાઈયન્સનો પણ ઉપયોગ કરી શકાય છે.”   
 
સામાજિક યોજનાઓના લાભો માટે આધાર અનિવાર્ય નહીં 

- સુપ્રીમ કોર્ટે સોમવારે વધુ એક વખત સ્પષ્ટ કર્યું કે, સામાજિક યોજનાઓના લાભો માટે આધારને અનિવાર્ય ન કરી શકાય. 
- બેન્ચના કહેવા પ્રમાણે, આધારને પડકારતી તમામ અરજીઓની સુનાવણી સાત જ્જોની બેન્ચ દ્વારા હાથ ધરવામા આવશે. પરંતુ હાલ તૂર્ત આ બેન્ચનું ગઠન કરવું શક્ય નથી. 
- આથી બેન્ચ દ્વારા આગામી સુનાવણી અંગે કોઈ તારીખ મુકરર કરવામાં આવી  ન હતી. 
- પરંતુ, ત્યાં સુધી આધારના અભાવે કોઈપણ નાગરિકને સામાજિક યોજનાઓના લાભથી વંચિત રાખવામાં ન આવે. 
- સુપ્રીમ કોર્ટની બેન્ચે ઉમેર્યું હતું કે, બેન્કનું ખાતું ખોલવા જેવી અન્ય સેવાઓ માટે આધારનો ઉપયોગ ન કરવા માટે કેન્દ્રને નિર્દેશ ન આપી શકાય. 
- સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, અગાઉ આધાર કાર્ડ અંગે તેણે જે નિર્દેશ આપ્યા હતા, તેનો કેન્દ્ર સરકાર દ્વારા ભંગ કરવામાં નથી આવ્યો.
અન્ય સમાચારો પણ છે...