તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકોનું ભણવાનું ન છૂટે તે માટે સરકારી શાળાના શિક્ષકોએ પોતાની પહેલ કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રીગંગાનગર: ડૉ. નગેન્દ્ર કૌર શ્રીગંગાનગરના ગ્રામીણ વિસ્તાર સાદુલશાહરની એક સરકારી કન્યા શાળામાં આચાર્યા છે. અત્યાર સુધી તેમણે 250 છોકરીઓને અભ્યાસ છોડી દેતાં રોકી છે. આ એવી છોકરીઓ છે કે જેઓ ભણવા તો માગતી હતી પરંતુ તેમની પાસે યુનિફોર્મ ન હોવાને કારણે તેઓ અભ્યાસ છોડવા માટે મજબૂર બની હતી.
ડૉ. કૌર જણાવે છે કે જ્યારે તેઓ રાજકીય ગર્લ્સ સિનિયર સેકન્ડરી સ્કૂલમાં લેક્ચરર હતાં ત્યારે તેઓ પોતાના રૂમમાં નોટ્સ તપાસી રહ્યાં હતાં. તે વખતે રીના અને શબનમ નામની બે વિદ્યાર્થિનીઓએ તેમના રૂમમાં આવીને અભ્યાસ છોડવાની વાત કરી. તેમણે અભ્યાસ છોડવાનું કારણ પૂછ્યું તો તેમણે જણાવ્યું તો વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે તેમની પાસે યુનિફોર્મ નથી. તેઓ યુનિફોર્મ પહેર્યાં વિના સ્કૂલે આવે તો તેમને ધમકાવવામાં આવે છે. ઘરમાં પરિવારના સભ્યો વધારે હોવાને કારણે યુનિફોર્મ ખરીદવો તેમની પ્રાથમિકતા નથી.
પહેલાં તો કૌરે એમ વિચાર્યું કે તેમને યુનિફોર્મ ખરીદીને આપું પછી વિચાર આવ્યો કે આમના જેવી અનેક વિદ્યાર્થિનીઓ હશે. તે તમામને યુનિફોર્મ સીવડાવીને ન આપી શકાય. તે વખતે ડોનેટ યોર યુનિફોર્મનો આઇડિયા આવ્યો. બીજા દિવસે શાળામાં જઈને તેમણે જાહેરાત કરી કે જે વિદ્યાર્થિનીઓના યુનિફોર્મ ટૂંકા થઈ ગયા હોય તેઓ તેને શાળામાં દાનમાં આપી દે. જેથી તે એવી વિદ્યાર્થિનીઓના કામમાં આવે કે જે ભણવા માગે છે પરંતુ યુનિફોર્મ ન ખરીદી શકતી હોવાને કારણે શાળાએ નથી આવી શકતી. બીજા દિવસે અનેક છોકરીઓ પોતાનો જૂનો યુનિફોર્મ શાળામાં જમા કરાવી ગઈ. તેમના આ પ્રયાસને કારણે છેલ્લાં 8 વર્ષમાં 250 બાળકીઓનું ભણતર છૂટતાં રહી ગયું છે.
બુક બેન્ક બનાવી જેથી બાળકોને દફતર ઊંચકીને પહાડ ન ચઢવો પડે આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો