તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવો નિયમ: સરકારી અધિકારી સોશિયલ મીડિયા ઉપર સરકારની ટીકા નહીં કરી શકે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: કેન્દ્ર સરકારના અધિકારીઓ હવે ફેસબુક, ટિ્વટર અને વોટ્સએપ જેવાં સોશિયલ મીડિયા ઉપર સરકારની ટીકા નહીં કરી શકે. તેના માટે સર્વિસ કન્ડક્ટ રૂલ્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પર્સોનલ એન્ડ ટ્રેનિંગ વિભાગે નવા નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. તેનો ઉદ્દેશ સરકારી અધિકારીઓને ટીવી, સોશિયલ મીડિયા અને અન્ય સંચાર માધ્યમો ઉપર સરકારની ટીકા કરતાં નિવેદનો આપતાં રોકવાનો છે. ઓલ ઇન્ડિયા સર્વિસ રૂલ્સની સમીક્ષા માટે બનાવવામાં આવેલી સમિતિએ આ ફેરફારની ભલામણ કરી છે. અધિકારીઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપર કરવામાં આવેલી ટિપ્પણીના કારણે સરકારે ઘણી વખત નીચાજોણું થયું છે. તેવામાં સરકારે સોશિયલ મીડિયાને આ નિયમોમાં સામેલ કરીને શિસ્તભંગનાં પગલાં લેવાનો માર્ગ મોકળો કરી દીધો છે. જોકે, અધિકારીઓએ સોશિયલ મીડિયા ઉપર આવવા માટે કોઈ મંજૂરી લેવાની રહેશે નહીં. મોટા ભાગના અધિકારીઓ પહેલેથી જ સોશિયલ મીડિયા ઉપર સક્રિય છે.
અત્યારે આવો નિયમ છે

સરકારી અધિકારીઓ રેડિયો, પબ્લિક મીડિયા, કોઈ દસ્તાવેજ અથવા તો મીડિયામાં આપેલાં સંબોધનમાં સરકારની ટીકા ન કરી શકે.

નવા નિયમમાં શું

નોકરીમાં ચાલુ અધિકારીએ ટીવી, સોશિયલ મીડિયા, તેમજ અન્ય કોઈ કોમ્યુનિકેશન એપ ઉપર સરકાર વિરોધી ટીકા ન કરવી જોઇએ. ડોક્યુમેન્ટમાં કેરિકેચરનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.

સરકારની ટીકા એટલે શું

નિયમો અંતર્ગત જો કોઈ સરકારી અધિકારીનાં નિવેદનથી કેન્દ્ર કે રાજ્ય સરકારની હાલની નીતિ અથવા તો પગલાંની ટીકા થતી હોય તો કેન્દ્રના રાજ્ય અને અન્ય દેશો સાથેના સંબંધો ઉપર વિપરીત અસર પડે છે તો તેને સરકારની ટીકા માનવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો