સરકાર માત્ર વાતો બંધ કરી ઊંચા વિકાસદરનું વચન પાળે: મૂડીઝ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહત્વના સુધારાઓમાં વિલંબથી રોકાણકારોનો ભરોસો ઘટ્યો
નવી દિલ્હી: મોદી સરકારના ઠાલાં વચનો અંગે ચેતવણી આપતા ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે ગુરુવારે જણાવ્યું કે મહત્વના સુધારાઓ અમલમાં મૂકવામાં થઇ રહેલા વિલંબથી બિઝનેસ કે રોકાણકારોને વિશ્વાસ ઘટી રહ્યો છે અને વિદેશી રોકાણકારોએ ભારતમાં રોકાણ કરવા અંગે સાવચેતીનું વલણ અપનાવ્યું છે.
ભારતનો વિકાસ દર 10 ટકા નજીક રહેવાની સંભાવના અંગે મૂડીઝે એવી પણ ચેતવણી અાપી છે કે જો સરકાર ઠાલાં વચનો આપવાનું ચાલુ રાખશે તો ભારતનો વિકાસ દર 7.5 ટકાથી વધવાની કોઇ શક્યતા નથી. મૂડીઝે એવું પણ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હજી પણ ભરોસો છે પરંતુ સુધારાના વચનનું પાલન કરવામાં સરકારની નિષ્ફળતા દેશના ભારે આર્થિક વિકાસની ગતિ માટે એક મોટો અવરોધ છે. મૂડીઝના અેનાલિટિક્સે પણ વ્યાજ દર અંગે નિર્ણય લેવા સાથે સંબંધિત ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ની સ્વતંત્રતા સાથે ચેડા કરવા સામે પણ ચેતવણી આપવામાં આવી છે. એવું જણાવવામાં આવ્યું છે કે આરબીઆઇની સ્વતંત્રતા સાથે ચેડાથી ભારતની આર્થિક સંભાવનાઓ પર અસર થશે. જો કે, રિપોર્ટમાં એવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે કે ભારતનો વિકાસદર વધારવા માટે આરબીઆઇ 2015માં વધુ બે વાર 25 બેઝિઝ પોઇન્ટનો ઘટાડો કરી શકે છે.
અન્ય સમાચારો પણ છે...