તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાગપુર: ડ્રાઈવરને અશોકચક્ર આપી સરકાર તેનું સાહસ જ ભૂલી ગઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નાગપુર: ટ્રક ડ્રાઇવર કમલ નયનના સેનાની સાથે મળીને લડવાના અદભુત સાહસને કદાચ સરકાર ભૂલી ગઇ છે. પુરસ્કાર તો મળ્યો પરંતુ તેની સાથે મળતી સુવિધાઓ આજે 50 વર્ષ થઇ ગયા છતાં નથી મળી. તે આ સુવિધાઓ માટે જ ગત 15 દિવસોથી નાગપુરના આંટાફેરા કરતા રહ્યા છે. ખરેખર તો તેઓ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બે વર્ષ પહેલાં ન્યાય અપાવવાના કરેલો વાયદો યાદ અપાવ્યો હતો.
જોકે શહેરની બહાર હોવાથી તેમની સાથે મુલાકાત શક્ય ન બની. આ એ જ વ્યક્તિ છે જે 1965માં પંજાબથી દિલ્હી ઘઉંની બોરીઓ લઇને જઇ રહી હતી. અધવચ્ચે જ સેનાએ કહ્યું, પાક વિરુદ્ધ લડાઇમાં તમારી મદદની જરૂર છે. પછી શું માર્ગમાં જ બોરીઓ ફેંકી તેમણે સેનાની મદદ કરી હતી. પાકની સરહદમાં ઘૂસી એવો હાહાકાર મચાવ્યો કે સેના પણ હતપ્રભ થઇ ગઇ. આ યાદગાર લડાઇ માટે તેમને 1965માં અશોકચક્રથી સન્માનિત કરાયા હતા.
પરંતુ સિસ્ટમ સામે હારી ગયા

કમલ કહે છે કે, પાક વિરુદ્ધની લડાઇમાં સહેજે ડર ન લાગ્યો. પરંતુ ગત 50 વર્ષોથી મારા અધિકારો માટે લડતાં લડતાં જ પોતાની જાતથી જ હારી ગયો છું. કમલને અશોકચક્ર સાથે 15 લાખ રૂપિયા રોકડા અને 70 હજાર વાર્ષિક આપવાની જાહેરાત કરાઇ હતી તેમ છતાં તેમને આજ સુધી આ પૈસા નથી મળ્યા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો