• Gujarati News
  • Gorakhdham Express Meets With An Accident Twenty Feared Killed

યુપીમાં ગોરખધામ એક્સપ્રેસનો અકસ્માત, 20ના મોતની આશંકા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુપીના સંત કબીર નગર પાસે ગોરખધામ એક્સપ્રેસ અને એક માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી. જેના કારણે ગોરખધામ એક્સપ્રેસની છ બોગીઓ ખડી પડી હતી. આ દુર્ઘટનામાં વીસ લોકોના મોત થયા હોવાની આશંકા છે.

મળતી માહિતી પ્રમાણે, સોમવારે સવારે ચુરિયાડ સ્ટેશન પાસે આ અકસ્માત થયો હતો. રેલવે બોર્ડના વડા અરૂણેન્દ્ર કુમારના કહેવા પ્રમાણે, રાહત કાર્ય શરૂ થઈ ગયું છે અને મૃતકોનો ખરો આંકડો હજૂ સુધી મળી નથી શક્યો. રેલવેના વરિષ્ઠ અધિકારીઓ અને રાહત તથા દવા સામગ્રી સાથે રેલવેની ખાસ વાન ઘટના સ્થળે જવા રવાના થઈ ગઈ છે. રેલવેના પીઆરઓના જણાવ્યા પ્રમાણે, ગાર્ડ તથા ડ્રાઈવરને પણ ઈજા પહોંચી છે.

સોમવારે સાંજે વડાપ્રધાનપદના શપથ લેનારા નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક પ્રગટ કર્યો હતો અને ઈજાગ્રસ્તો માટે પ્રાર્થના કરી હતી. મોદીએ કેબિનેટ સચિવને સ્થિતિનું મુલ્યાંકન કરીને પીડિતોને તત્કાળ સહાય પહોંચાડવા તાકિદ કરી હતી. આ માહિતી મોદીએ ટ્વિટ કરીને લોકોને આપી હતી.