ગોપાલ કાંડાના વકીલે ગીતિકાના ભાઈને માર્યો લાફો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ગોપાલ કાંડા તથા ગીતિકા શર્માની ફાઈલ તસવીર)
કોર્ટમાં દલીલ દરમિયાન માર્યો લાફો, જ્જ ન હતા હાજર

દિલ્હી : રોહિણીની નીચલી કોર્ટમાં હરિયાણાના પૂર્વ ગૃહપ્રધાન ગોપાલ કાંડાના વકીલે ગીતિકા શર્માના ભાઈને થપ્પડ મારી હોવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બંને પક્ષો વચ્ચે આગામી તારીખ અંગે દલીલ ચાલી રહી હતી. એવું કહેવાય છે કે, આ દરમિયાન કોર્ટમાં જ્જ હાજર ન હતા.
ઉલ્લેખનીય છે કે, તા.5મી ઓગસ્ટે કાંડાની એમડીએલઆર કંપનીમાં એરહોસ્ટેસ તરીકે કામ કરી ચૂકેલી 23 વર્ષીય ગીતિકા શર્માએ નવીદિલ્હીના અશોક વિહારમાં તેના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી હતી. બે પેઈજના સુસાઈડ નોટમાં તેમણે ગોપાલ કાંડા તથા એમડીએલઆર એરલાઈન્સની અધિકારી અરૂણા ચઢ્ઢાને આત્મહત્યા માટે જવાબદાર ઠેરવ્યા છે. ગીતિકાની આત્મહત્યા બાદ તેના માતાએ પણ આત્મહત્યા કરી લીધી હતી. ગોપાલ કાંડા તિહાર જેલમાં બંધ હતા, બાદમાં તેને જામીન આપવામાં આવ્યા હતા.