તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્વિટર પર ટ્રેન્ડ : આ રીતે ભારતને બદનામ કરી રહ્યું છે પાકિસ્તાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ ડેસ્કઃ ટ્વિટર પર હાલ એક સ્ક્રીન શોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દર્શાવવામાં આવ્યું કે ‘નમક હરામ દેશ’ સર્ચ કરવા પર ભારતનું નામ સામે આવે છે. એવામાં ભારતીયો આ સ્ક્રીન શોટને જોઈ દુઃખી થયા અને રોષે ભરાયા હતા. બીજી તરફ આ સાથે જ અનય એક સ્ક્રિન શોટ પણ ટ્રેન્ડિંગમાં હતો જેમાં ‘ખુદા કે લિયે દેશ’ના પરિણામ તરીકે પાકિસ્તાની ધ્વજ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, ઉરી આતંકી હુમલા બાદથી બંને દેશોના ટ્વિટર યૂઝર્સ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. આ જ કારણે ઘણા પાકિસ્તાની યૂઝર્સે આ સ્ક્રિન શોટ થકી ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરી ઠેકડી ઉડાડી હતી.
પાકિસ્તાની મીડિયા ગેલમાં....

- પાકિસ્તાની ન્યૂઝ ચેનલની મૂર્ખામી આ મામલે સમગ્ર વિશ્વની સામે આવી ગઈ હતી. સર્ચ રિઝલ્ટ પાછળનું યોગ્ય કારણ જાણ્યા વગર તેમણે આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય સમાચાર તરીકે ચલાવી ભારતની ઠેકડી ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો.
- આ ઉપરાંત અન્ય પાકિસ્તાની વેબસાઈટો દ્વારા આ બાબતને સમાચાર તરીકે દર્શાવવામાં આવતા ગૂગલ સર્ચ પર પણ તેની અસર જોઈ શકાય છે.
- જેથી લોકો સર્ચ કરે ત્યારે સૌપ્રથમ આ સમાચાર પરિણામ તરીકે જોવા મળી શકે છે.
પરિણામો પાછળ આ છે વાસ્તવિક કારણ

- વાસ્તવમાં ભારતમાં 1973માં એક હિંદી ફિલ્મ બની હતી ‘નમક હરામ’. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના અને રેખા જેવા સ્ટાર્સે કામ કર્યું હતું. આ ફિલ્મ વૈશ્વિક સ્તરે એટલી પ્રખ્યાત છે કે નમક હરામ લખતા જ તેની સાથે ભારત દેશનો તીરંગો આવે છે.
- બોલિવૂડની જૂની અને નવી ફિલ્મો પણ વિદેશોમાં ઘણી લોકપ્રિય છે. જેમકે, ‘મુગલ-એ-આઝમ દેશ’ સર્ચ કરશો તો પણ તેની સાથે ભારતીય ધ્વજ જોવા મળશે.
- ટ્વિટર ટ્રેન્ડ પર એક તરફ જ્યારે પાક. યૂઝર્સ ભારતની ઠેકડી ઉડાડી રહ્યાં હતા ત્યારે બીજી તરફ એક પાકિસ્તાની યુવતીએ આમ થવા અંગે જણાવ્યું કે, જે ફિલ્મ કે સિરિયલ અંગે સર્ચ કરવા પર તે જ્યાં બની હોય તે દેશનો નકશો અને નામ પરિણામમાં સાથે આવે છે.
- આ જ કારણ છે કે ‘ખુદા કે લિયે’ સાથે પાકિસ્તાની ધ્વજ જોવા મળે છે. આ નામની એક સિરિયલ પાકિસ્તાનમાં જોવા મળતી હતી. આ ઉપરાંત આ નામે એક ફિલ્મ પણ પાકિસ્તાનમાં બનેલી છે.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ ગૂગલ સર્ચ પરિણામ અને ટ્વિટર યૂઝર્સના રિએક્શન.....)