તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અહીં આવેલો છે 'ઓમ' આકારનો બીચ, સુંદરતા એવી કે ક્યારેય નહીં જોઇ હોય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કર્ણાટક: રાજ્યમાં ગૌકર્ણ એક એવી જગ્યા છે જ્યાં એક બીચનો આકાર ॐ (ઓમ)નો છે. આ પણ એક સંજોગ છે કે આ જગ્યા પર એક આત્મ લિંગ પણ છે જેની સાથે રાવણ અને ગણેશ ભગવાનની રોમાચિંત કથા પણ જોડાયેલી છે. ખૂબ જ સુંદર દેખાય છે ઓમ બીચ.
 
- ગૌકર્ણમાં મહાબલેશ્વરનું મંદિર છે જ્યાં શિવ આત્મ લિંગના રૂપમાં સ્થિત છે.
- આ મંદિરથી 7 કિ.મી દૂર ઓમ આકારનો બીચ બનેલો છે.
- પહાડથી જોવામાં આવે ત્યારે આ બીચ ઓમ આકારનો લાગે છે.

પ્રવાસીઓનો જમાવડો

- આ બીચ પર વિદેશી પ્રવાસીઓનો જમાવડો હોય છે.
- અહીં ફ્રેંચ લોકો વધારે આવે છે અને બીચના તટે બનેલી ઝોપડીઓમાં વેકેશન ગાળે છે.
- બીચનો ઓમ આકાર જોવા માટે લોકો પહાડ ઉપર જાય છે અને ત્યાં જવાનો રસ્તો બહુ જ ખતરનાક છે.
- આ રસ્તા પર ઘણા બધા લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. ત્યાં ચેતવણી માટે બોર્ડ પણ મુકવામાં આવ્યું છે.
- આ પહાડી પરથી સનરાઇજ અને સનસેટ ખૂબ જ સુંદર દેખાય છે.

આગળની સ્લાઇડમાં જુઓ આ બીચની અદભૂત તસવીરો...
અન્ય સમાચારો પણ છે...