10 વર્ષથી સાવકો પિતા લૂંટતો આબરૂ, મિત્રો સાથે સુવા કરતો હતો મજબૂર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધૌલપુર (રાજસ્થાન) : બાળ કલ્યાણ સમિતિ પાસે ફરિયાદ લઈ પહોંચેલી બે બેહનોની આપવીતી સાંભળી દરેકના હોશ ઉડી ગયા હતા. તેમણે જણાવ્યું કે, 10 વર્ષથી તેમનો સાવકો પિતા પોતાની હવસનો શિકાર બનાવે છે.
પીડિતાઓએ કહ્યું - રોજ નવા મિત્રોને અમારી પાસે સુવા મોકલતો

- એક પીડિતાએ જણાવ્યું કે,‘સર, મારો સાવકો પિતા 10 વર્ષથી અમારી સાથે ખરાબ કામ કરે છે. ઘરે રોજ નવા-નવા લોકો અને મિત્રોને લાવે છે અને મને તેમની પાસે જવાનું કહે છે. ન જવા પર માર મારે છે.’
- ‘ગયા અઠવાડિયે તેણે નાની બહેનને પણ પોતાની હવસનો શિકાર બનાવી લીધી. મારી સાથે થયું તે મે સહન કર્યું, પરંતુ હવે નાની બહેનનું જીવન પણ બરબાદ થઈ રહ્યું છે. આથી હિંમત કરી તમારી પાસે આવી છું, પ્લીઝ બચાવી લો.’
નાની બહેને સ્કૂલ ટીચરને પણ કહી હતી આપવીતી

- બંને બેહનોએ મદદ માટે ઘણા લોકોનો સંપર્ક કર્યો જોકે કોઈ આગળ આવ્યું નહીં.
- નાની બહેને ઘણીવાર સ્કૂલ ટીચરને આ વાત કરી હતી. તેમણે મદદનો ઈન્કાર કરી દીધો અને પોતે નહીં પણ પોલીસ આ મામલે કંઈ કરી શકે તેમ જણાવ્યું હતું.
- બાલ કલ્યાણ સમિતિના પ્રમુખે ભાસ્કરને જણાવ્યું કે, બે બાળકીઓએ પોતાની પીડા મને જણાવી હતી. હું તેમને લઈ સીઓ સિટી પાસે ગયો અને કેસ નોંધાવી તેમને મેડિકલ માટે મોકલી હતી. આરોપી બચશે નહીં.
માતા જાણતી હતી બધી વાત

- 10 વર્ષ અગાઉ માતા પ્રથમ પતિને છોડી પ્રેમી સાથે રહેવા આવી ગઈ હતી. જે પછીથી જ સાવકો પિતા તેમની સાથે દુષ્કર્મ કરતો રહ્યો છે.
- પીડિતાએ જણાવ્યું કે, માતાને દરેક વાતની જાણ છે પરંતુ તે ક્યારેય વિરોધ નથી કરતી.
- મોટી પુત્રીને વર્ષોથી હવસનો શિકાર બનાવતા સાવકા પિતાએ ગત સપ્તાહે નાની પુત્રીને પણ હવસનો શિકાર બનાવી લીધી. તે પછી સાવકો પિતા રોજ નાની પુત્રી સાથે પણ દુષ્કર્મ કરવા લાગ્યો હતો.
- પીડિતાઓએ જણાવ્યું કે, માતા-પિતા ધમકી આપે છે કે, જો આ અંગે કોઈને વાત કરશો તો તમને મારીને જમીનમાં દાટી દઈશું.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો....)
અન્ય સમાચારો પણ છે...