તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંતિમ સંસ્કારના બીજા દિવસે ઘરે આવી યુવતી, જીવતી જોઈ ડરી ગયા લોકો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરઃ યુપીના રામપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીના અંતિમ સંસ્કાર કરાયા બાદ બીજા દિવસે તે ઘરે પરત આવતા લોકો ડરી ગયા હતા. જોકે વાસ્તવિકતા સમજાતા તેઓ ખુશ થયા હતા. 
 
પિતાએ કરી હતી લાશની ઓળખ, માતાએ કર્યો હતો ઈન્કાર

- રામપુરના એક ખેતરમાં અડધી બળેલી લાશ મળી આવતા ગ્રામીણોની ભીડ જામી હતી. તેમણે પોલીસને આ ઘટનાની જાણ કરી.
- પોલીસને તપાસમાં ભૂવરી ગામના ભૂપ સિંહની પુત્રી ગુમ હોવાની જાણ થઈ. ભૂપ સિંહ લાશ પુત્રીની હોવાનું સ્વીકાર્યું હતું.
- પોલીસે જણાવ્યું કે, ભૂપસિંહની પુત્રી માનસિક રીતે બીમાર હોવાથી તે ઘણીવાર ગુમ થઈ જાય છે અને છેલ્લા 15 દિવસથી ગુમ હતી. પોલીસે અજ્ઞાત લોકો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી લાશ પરિવારજનોને અંતિમ સંસ્કાર માટે આપી દીધી હતી.
- પરિવારજનોએ અંતિમ સંસ્કાર કર્યાના બીજા દિવસે પોતાના દિલ્હીથી આવતા જમાઈને લેવા રેલવે સ્ટેશને પહોંચેલા ભૂપ સિંહને પુત્રી મળી આવી હતી. 
- પુત્રીને જીવતી જોઈ ભૂપ સિંહ ખુશ થયા અને તેને ઘરે લઈ આવ્યા. આ મામલે ભૂપસિંહ પોલીસને પણ જાણ કરી હતી. 
- પોલીસે હવે આ લાશ કોની છે અને કોણે હત્યા કરી હોઈ શકે તે મામલે નવેસરથી તપાસ હાથ ધરી છે.
-ભૂપસિંહે જ લાશ પુત્રીની હોવાની ઓળખ કરી હતી. જોકે પુત્રીને જીવતી જોયા બાદ માતાએ કહ્યું કે, તેણે પહેલાથી જ કીધું હતું કે લાશ તેની પુત્રીની નહોતી. જોકે કોઈએ તેની વાત ન માની.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો................)